યોજના અને સબસીડીGSTV
પીએમ આવાસ યોજનામાં મળી શકે છે વધુ એક મોટી સુવિધા, ફટાફટ ઉઠાવો લાભ !
🏡 પીએમ આવાસ યોજના અંતર્ગત કામના સમાચાર છે. ઉદ્યોગ સંગઠન CIIએ સરકારે તે માંગ કરી છે કે પ્રધાનમંત્રી આવાસ યોજનાને ફરીથી લોન્ચ કરવામાં આવે અને તેમાં લાઇફ ઇન્શ્યોરન્સની સુવિધાને ફરજિયાત બનાવવામાં આવે. સાથે જ પ્રધાનમંત્રી આવાસ યોજના PMAYની લોન માટે લાભાર્થીઓ માટે ફરજિયાત રૂપે ઇન્શ્યોરન્સની સુવિધા આપવાની માંગ પણ કરવામાં આવી છે. 🏡સૌને ઘર આપવાની યોજના:- ખરેખર, સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ દેશના તમામ લોકોને ઘર આપવાની યોજના બનાવી છે. આ અંતર્ગત, જો લોન લેનાર મૃત્યુ પામે છે અથવા અપંગ બને છે, તો સરકારને તેના ઘરના સ્વપ્નને સાકાર કરવા માટે લોન 🏡 સરકારના મિશનમાં સૌથી પ્રમુખ:- પ્રધાનમંત્રી આવાસ યોજના PMAY કેન્દ્ર સરકારની મુખ્ય યોજનાઓમાંથી એક છે. આ અંતર્ગત, કેન્દ્ર સરકારે વર્ષ 2022 સુધીમાં એટલે કે દેશની આઝાદીના 75 વર્ષ પૂરા થાય ત્યાં સુધી તમામને આવાસ આપવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. આ લક્ષ્યને પૂર્ણ કરવા માટે, CII એ સરકાર પાસેથી માંગ કરી છે કે આવાસ યોજના સાથે લાભાર્થીઓને જીવન વીમાનો લાભ આપવામાં આવે. 👉 CII ની માંગ શું છે:- જો સરકાર CII ની આ માંગને સ્વીકારે અને પીએમ આવાસ યોજના 2021ને જીવન વીમા સાથે ફરી લોન્ચ કરવામાં આવે તો તે લોકો માટે મોટી સિદ્ધિ હશે. હમણાં સુધી આ યોજનામાં લોન લેનાર વ્યક્તિ માટે કોઈપણ પ્રકારના કવરની સુવિધા નથી. લોન સાથે ઈન-બિલ્ટ ઈન્સ્યોરન્સ પ્લાનની કોઈ જોગવાઈ નથી. સીઆઈઆઈ કહે છે કે જો તમને પીએમ આવાસ યોજનાની લોન સાથે વીમાનો લાભ મળે તો વિપરિત પરિસ્થિતિમાં ઘરનો ખર્ચ પણ ચાલુ રહેશે અને ઘરના નિર્માણનું કામ અટકશે નહીં.ની સાથે જીવન વીમાનો લાભ આપવાની પણ માંગ કરવામાં આવી છે. 📉 જીવન વીમાના લાભો:- સીઆઈઆઈના ડિરેક્ટર જનરલ ચંદ્રજીત બેનર્જીએ જણાવ્યું હતું કે, “પીએમએવાય યોજનાને ફરીથી લોન્ચ કરવાની જરૂર છે જેની સાથે ક્રેડિટ સાથે જોડાયેલા વીમા અથવા અનિવાર્યપણે જીવન વીમાનો લાભ દરેક લોન લેનાર સુધી વિસ્તૃત કરી શકાય છે. આ ‘બધા માટે આવાસ’ ના ધ્યેયમાં કોઈ સમસ્યા સર્જશે નહીં. લેનારાના મૃત્યુ અથવા અપંગતા પર પણ ઘરનું બાંધકામ બંધ નહીં થાય. આવી કેટલીક વ્યવસ્થા હોવી જોઈએ કે પરિવારોને લોન નહીં પણ ઘર મળવા જોઈએ. જીવન વીમો આમાં મોટી ભૂમિકા ભજવી શકે છે. દેશમાં ઝડપી વિકાસ માટે, સસ્તા મકાનો આપવાની સૌથી મોટી જરૂરિયાત છે. પીએમ આવાસ યોજના હેઠળ, જો લેનારાનું મૃત્યુ થાય તો ઘરનું બાંધકામ બંધ થઈ જશે અને લોનની અસર અલગ હશે. પરિવાર પણ મુશ્કેલીમાં મુકાશે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : GSTV. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
32
7
અન્ય લેખો