કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
પિલાણમાં મોડું થવાથી બે મહિનામાં ખાંડનું ઉત્પાદન 54% ઘટ્યું
મહારાષ્ટ્રમાં પિલાણમાં મોડું થવાથી 1 ઓક્ટોબર, 2019 થી શરૂ થયેલી ચાલુ પિલાણ સીઝન 2019-20ના પહેલા બે મહિનામાં ખાંડનું ઉત્પાદન 54% ઘટીને 18.85 લાખ ટન થયું છે. ગયા વર્ષે સમાન ગાળામાં 40.69 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું હતું. ઈન્ડિયન સુગર મિલ્સ એસોસિએશન (ઇસ્મા) ના અનુસાર ચાલુ પિલાણ સીઝનમાં ખાંડનું ઉત્પાદન 260 લાખ ટન થવાનો અંદાજ છે, જ્યારે ખાદ્ય અને ગ્રાહક બાબતોના મંત્રાલયે 273 લાખ ટનનો અંદાજ લગાવ્યો છે. મહારાષ્ટ્રની ફક્ત 43 સુગર મિલોમાં પિલાણ શરૂ થઈ ગયું છે. રાજ્યમાં 30 નવેમ્બર સુધીમાં ફક્ત 67,000 ટન ખાંડનું ઉત્પાદન થયું છે, જ્યારે ગત પિલાણની સીઝનમાં ઓક્ટોબર-નવેમ્બરમાં 18.89 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું હતું.
જોકે, ઉત્તર પ્રદેશમાં આ બે મહિનામાં ખાંડનું ઉત્પાદન થોડું વધીને 10.81 લાખ ટન થયું છે, જ્યારે ગત પિલાણ સીઝનમાં આ સમયમાં રાજ્યમાં 9.14 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું હતું. કર્ણાટકની 61 સુગર મિલોમાં 5.21 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું છે. ગુજરાતમાં 14 સુગર મિલોમાં પિલાણ શરૂ થઈ ગયું છે અને અત્યાર સુધીમાં 75 હજાર ટન ખાંડનું ઉત્પાદન થયું છે. સંદર્ભ - આઉટલુક એગ્રીકલ્ચર, 3 ડિસેમ્બર 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
80
0
અન્ય લેખો