AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પિંજર પાક વિષે આપ કેટલું જાણો છો?
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
પિંજર પાક વિષે આપ કેટલું જાણો છો?
• મુખ્ય પાકના ખેતરની ફરતે અથવા અંદર જીવાતને વધુ પસંદ હોય તેવા પાકને નાના વિસ્તારમાં વાવવા તેવા પાકને પિંજર પાક કહેવામાં આવે છે કે જેનો આશય ઉત્પાદન લેવાનો હોતો નથી. • મુખ્ય પાકની જીવાતની પુખ્ત માદા પિંજર પાક ઉપર વધારે ઇંડા મૂકવાનું પસંદ કરતી હોય છે. • પિંજર પાકના ઉછેરથી મુખ્ય પાકને જીવાતથી થતા નુકસાનને ઘટાડી શકાય છે. • પિંજર પાક કરવાથી જૈવિક નિંયત્રકોની વસ્તીમાં પણ વધારો થતો હોય છે. • પિંજર પાકની વાવણી મુખ્ય પાકની સાથે અથવા વહેલી કરવી. • પિંજર પાક ઉપર કોઇ પ્રકારની જંતુનાશકોનો છંટકાવ કરવો નહીં. • કોબીજની ફરતે અને દરેક ૨૫ હરોળ પછી રાઇની બે હરોળ ઉછેરવાથી કોબીજને નુકસાન કરતી હીરાફૂદી રાઇના છોડ ઉપર ઇંડાં મૂકવાનું વધારે પસંદ કરે છે. સાથે સાથે કોબીજમાં મોલોનો ઉપદ્રવ પણ ઓછો રહે છે. • કપાસ અને ટામેટા જેવા પાકમાં ખેતરની ચારે બાજુ તેમ જ ૧૦ હરોળ પછી એકાદ-બે હજારી ગોટાના છોડ ઉછેરવાથી લીલી ઇયળના ફૂદા હજારીના ફૂલો ઉપર ઇંડાં મૂકવાનું વધારે પસંદ કરે છે. સમયાંતરે, પાકટ હજારીના ફૂલો તોડતા રહેવું. • કપાસ, મગફળી જેવા પાકમાં નુકસાન કરતી પાન ખાનાર ઇયળના અટકાવ માટે ખેતરની આજુબાજુ અને વચ્ચે પણ પિંજર પાક તરીકે દિવેલા ઉછેરવા.
• ટામેટીની આજુબાજુ તેમ જ આંઠ હરોળ પછી પાનકોરિયાના પિંજર પાક તરીકે હજારીના છોડવા રોપવા. • લીમ્બુ વર્ગના પાકમાં આવતી પાનકોરિયાના પિંજર પાક તરીકે ટામેટાના છોડ રોપવા. • મકાઇમાં આવતી લશકરી ઇયળના પિંજર પાક તરીકે ખેતરની આજુબાજુ નેપિયર ઘાસ ઉછેરવું. • મગફળી, સોયબીન, ચોળા જેવા પાકમાં આવતા કાતરા માટે પિંજર પાક તરીકે ખેતરની આજુબાજુ શણ ઉગાડવા. • કોબીજની આજુબાજુ મૂળા એક પિંજર પાક તરીકે વાવવાથી ફ્લીયા બીટલનું નિંયત્રણ થાય છે. સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
39
0
અન્ય લેખો