AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પાવર ટીલર (8 HP થી વધુ) ખરીદી સહાય યોજના
યોજના અને સબસીડીhttps://ikhedut.gujarat.gov.in
પાવર ટીલર (8 HP થી વધુ) ખરીદી સહાય યોજના
સહાય માટે ની શરતો: કૃષિ ખાતા દ્રારા વખતોવખત જાહેર કરેલ પ્રાઇઝ ડીસ્કવરીના હેતું માટે તૈયાર કરેલ પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદક ના અધિકૃત વિકેતા પાસેથી ખરીદી કરવાની રહે છે.
લાભાર્થી: • અનુ. જન જાતિ અને અનુ.જાતિનાના લાભાર્થીને ખર્ચનાં ૫૦ ટકા સુધી સહાય, મહત્તમ રૂ. ૦.૬૦ લાખ/એકમ • પૂર્વ મંજુરીનો સમયગાળો ૬૦ દિવસનો રાખવાનો રહેશે. • સામાન્ય ખેડુતને ખર્ચના ૪૦ ટકા મુજબ રૂ. ૦.૪૫ લાખ/એકમ બે માંથી જે ઓછું હોય તે સહાય અરજી કરવાની અંતિમ તારીખ : 31/10/2019 અરજી પ્રક્રિયા: ઓનલાઇન( https://ikhedut.gujarat.gov.in ) ઉપરાંત ગ્રામ પંચાયતમાંથી કે જન સેવા કેન્દ્ર માંથી નિઃશુલ્ક અરજી કરી શકાશે. આ લાભ આજીવન ખાતાદીઠ એક જ વાર મળવા પાત્ર રહેશે. જરૂરી ડોક્યુમેન્ટ: જમીનની વિગત(૭/૧૨. 8અ) બેંક વિગત, રાશન કાર્ડ જરૂરી ડોક્યુમેન્ટ: જમીનની વિગત(૭/૧૨. 8અ) બેંક વિગત, રાશન કાર્ડ અરજી પ્રોસેસ: 1. અરજી કર્યા બાદ તેની પ્રિન્ટ કાઢીને ગ્રામ સેવક કે બાગાયત વિભાગમાં જમા કરાવવી. 2. દરેક જિલ્લામાંથી આવેલ અરજીની ડ્રો કરી ખેડૂતની પસંદગી કરવામાં આવશે. 3. મંજૂરી મળ્યાની ખબર પત્ર દ્વારા અથવા ગ્રામ સેવક દ્વારા મળશે. 4. મજૂરી નો પત્ર મળ્યા બાદ સરકાર દ્વારા રજીસ્ટર થયેલ ડીલરો પાસે થી ખરીદવાની રહેશે. નોંધ: આ યોજનાની વધુ માહિતી માટે આપના ગ્રામ સેવક અથવા જીલ્લા બાગાયતી અધીકારીશ્રીનો સંપર્કઃ કરવો. સંદર્ભ: https://ikhedut.gujarat.gov.in જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
45
0
અન્ય લેખો