AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પાયાના ખાતરમાં 163% નો ભાવ વધારો ? ખેડૂતો પર વધુ ભાર !
કૃષિ વાર્તાસંદેશ
પાયાના ખાતરમાં 163% નો ભાવ વધારો ? ખેડૂતો પર વધુ ભાર !
🧑‍🌾ગુજરાતના ખેડૂતો ખરીફ સીઝન માટે પાયાના ખાતરમાં 163% સુધીનો ભાવ વધારો ભોગવવા તૈયાર રહે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ડોલર સામે રૂપિયો નબળો પડ્યા પણ ભારત સરકારે કૃષિ ક્ષેત્રે પોષણ આધારિત સબસીડી- NBSમાં એક રૂપિયાનો વધારો કર્યો નથી. આથી, ચોમાસુ પાકોનું વાવેતર થાય તે પેહલા જ ફોસ્ફેટિક અર્થાત પાયાના ખતરો જેવા કે DAP, NPK, પોટાશ, એમોનિયમ સલ્ફેટ, નર્મદા ફોર્સ જેવા પાયાના ખાતરોના નામે જ ખેડૂતોના માથે રૂ.300 કરોડથી વધુનું ભારણ આવી પડશે એ નક્કી છે. 🧑‍🌾રાજ્યમાં ખરીફ સીઝનમાં મગફળી, કપાસ, ડાંગર, એરંડા, શેરડી, ડુંગળી સહીતના પાકો માટે 1લી મેં થી ખેડૂતો ખાતરની ખરીદી કરતા હોય છે. પરંતુ, ભારત સરકારે સબસીડીમાં એક રૂપિયાનો વધારો કર્યો નથી. આ સ્થિતિમાં સહકારી મંડળીઓએ તેનું વેચાણ જ બંદ કરી દીધું છે. સહકાર વિભાગના અહેવાલ મુજબ ખરીફ પાકો માટે પાંચ લાખ મેટ્રિક ટન DAP, પાંચ લાખ મે. ટન NPK તથા 40 હજાર મે. ટન MOP પોટાશની માંગ રહેતી હોય છે. ખાતર કંપનીઓએ સપ્લાય બંધ કરતા મંડળીઓએ વેચાણ બંધ કર્યું છે. 🧑‍🌾ડીઝલના ભાવ ડબલ, GST સામે સહાય અપૂરતી: ખેડૂત અમરેલી ના ખાંભાના ખેડૂતોએ જણાવ્યું કે, ડીઝલના ભાવ પહેલાથી જ ડબલ થતા ટ્રેકટરનો ખર્ચ પણ બમણો થઇ ગયો છે. ભારત સરકાર દરવર્ષે ખેડૂતોને રૂ.6000ની પ્રધાનમંત્રી કિસાન સહાય આપે છે. પ્રનકઆતુ તેની સામે ખાતર, ડીઝલ, જંતુનાશક દવા, બિયારણની કિંમતોમાં વધારાથી દોઠગણી રકમ તો પરત લઇ લે છે. ટ્રેકટર સહીતના ઓજારો ઉપર પણ 12 થી 18 % ટેક્સ વસૂલાય છે. આ તમે પરિસ્થીતીમાં ખેતી મોંઘી થઇ છે. સંદર્ભ : સંદેશ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
23
9
અન્ય લેખો