AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પાન ખાનાર ઇયળોની વિષ પ્રલોભિકા !
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
પાન ખાનાર ઇયળોની વિષ પ્રલોભિકા !
પાન ખાનાર ઇયળો કે લશ્કરી ઇયળ દિવેલા, કપાસ, ડાંગર, રજકો, તમાકુ, શાકભાજી પાકો માટે તૈયાર કરાતા ધરુવાડિયા, કોબી, ફ્લાવર, કઠોળ વર્ગના પાકો, બટાકા, કેળ, ઘઉં, મકાઇ, બાજરી, જુવાર, મગફળી, સોયાબીન જેવા પાકોને નુકસાન કરતી હોય છે. આ ઇયળની ફૂદી જથ્થામાં ૨૦૦-૩૦૦ જેટલા ઇંડા પાનની નીચે મૂંકે છે. ઈંડાના જથ્થા ઉપર રેશમના તાતણાનું પડ હોવાથી તે પરજીવી સામે રક્ષણ મેળવે છે અને સાથે સાથે દવાની અસર પણ ઓછી થાય છે. ઇંડામાંથી નીકળતી ઇયળો શરુઆતમાં સમૂહમાં રહીને ખાય છે. મોટી થતા આખા છોડ ઉપર ફેલાઇ જાય અને ક્યારેક બીજા છોડ ઉપર પણ સ્થાળાંત્તર કરે છે. મોટી ઇયળો ખૂબ જ ખાઉધરી હોવાથી છોડને ઝાંખરા જેવો બનાવી દે છે. આ ઇયળો જમીનમાં પણ રહી બટાકા જેવા પાકના વિકસતા કંદને પણ નુકસાન કરે છે. ડાંગર જેવા પાકમાં આ ઇયળો સમૂહમાં એક સાથે એક ક્યારીમાંથી બીજી ક્યારી સુધી પહોંચી જાય છે. જો શરુઆતથી કાળજી રાખવામાં ન આવે તો કોઇ પણ જંતુનાશક દવા સંતોષકારક પરિણામ આપવામાં અસફળ રહે છે. આ ઇયળના કોશેટા અવસ્થા જમીનમાં પસાર થતી હોવાથી સંતોષકારક વ્યવસ્થાપન કરી શકાતું નથી. આ ઇયળના ફૂંદા પણ નિશાચર હોવાથી તેને નિયંત્રણ કરવા અશક્ય બને છે. આ બધી લાક્ષણિકતાને લીધે જંતુનાશકો પણ પાછા પડે છે, તેવા સંજોગોમાં ઇયળોને આકર્ષિ અને ઝેર ખવડાવવી અને મારી નાંખવી એક ઉત્તમ અને ઓછા ખર્ચ વાળી પધ્ધતિ કે જે “વિષ પ્રલોભિકા” કહેવામાં આવે છે. તો ખેડૂત મિત્રો આ ઇયળ માટે આ પણ અમલમાં મૂંકો. વિષ પ્રલોભિકા બનાવવાની રીત અને ઉપયોગ: • પ્રથમ ચોખાનું અથવા ઘઉંનું ભૂસુ ૧૨.૫ કિ.ગ્રા. લો. તેમાં જો મોલાસીસ હાથવગુ મળતું હોય તો તે ૨.૫ કિ.ગ્રા. લો. જો મોલાસીસ ઉપલબ્ધ ન હોય તો સાદો ગોળ ૫૦૦ ગ્રામ થી એક કિ.ગ્રા. પણ લઇ શકાય. આ બન્નેના મિશ્રણમાં ક્લોરપાયરીફોસ ૨૦ ઇસી અથવા ક્વિનાલફોસ ૨૫ ઇસી દવા લગભગ ૪૦૦ થી ૫૦૦ મિલી ઉમેરો. મિશ્રણને હાથના મોજા પહેરી બરાબર મિક્ષ કરો. પછી તેમાં જરુરિયાત મુજબ પાણી છાંટી તેને ઉપર-નીચે કરતા રહો. • ઉપર પ્રમાણેની પ્રલોભિકા તૈયાર થયે તેને ખેતરની અંદર અને ફરતે તેમ જ છોડના થડની નજીક પડે તેમ સાંજના સમયે જમીન ઉપર વેરો. • વિષ પ્રલોભિકા તાજી બનાવીને જ વાપરવી સારી. બનાવ્યા પછી તેનો ઉપયોગ સત્વરે કરી દેવો. • પાન ખાનાર ઇયળ આ પ્રલોભિકામાં રહેલ મોલાસીસ કે ગોળને લીધે ખાવા પ્રેરાશે અને ઝેર પેટમાં જવાથી ઇયળો મરવા માંડશે. • એક વારના ઉપયોગથી સંતોષકારક પરિણામ ન મળે તો બીજા અઠવાડિયે ફરી વાર આ પ્રમાણે વિષ પ્રલોભિકા બનાવી ખેતરમાં આપો. • આવી પ્રલોભિકાના એકાદ-બે વારના ઉપયોગથી મોટાભાગની ઇયળો નાશ પામશે અને રહી ગયેલી કેટલીક ઇયળોનું સામાન્ય દવાથી પણ નિયંત્રણ કરી શકાય. • આ બનાવેલ વિષ પ્રલોભિકા કોઇ પણ પાલતું પશુ ખાય નહિ તેની કાળજી રાખો. • શક્ય છે કે પક્ષીઓ આ વિષ પ્રલોભિકાને અજાણતા ખાય તો તેમને પણ અસર થવા સંભવ છે, તેની કાળજી રાખવી. • જરુરિયાત પ્રમાણે બનાવો અને ઉપયોગ કર્યા પછી વધી જાય તો તેનો વ્યવસ્થિત નિકાલ કરવો. 👉ખેતી પશુપાલન ના અવનવી માહિતી માટે ફોલો કરો હમણાં જ ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને શેર કરો.
40
9