AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કીટ જીવન ચક્રએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
પાન કોરીયાનું જીવન ચક્ર
આ જીવાતની ઈયળ કુમળા પાનની ઉપર ની સપાટીએ કાણું કરીને અંદર દાખલ થાય છે. આના પ્રકોપે પાન સુકાઈ જાય છે. તેના નુકશાનવાળા પાન પર સફેદ લીટીઓ દેખાય છે. તે મુખ્યત્વે ટામેટા, મરચા, રાયડો, મગફળી, સોયાબીન,તરબૂચ, કાકડી વગેરે પાકને નુકસાન પહોંચાડે છે._x000D_ જીવન ચક્ર:_x000D_ ઈંડા: માદા ફૂદી 13 દિવસમાં પાનની અંદર 160 સુધી ની સંખ્યામાં ઈંડા મૂકે છે. આ ઈંડા 2 -3 દિવસની અંદર ફૂટે છે. _x000D_ ઈયળ: નાની ઈયળો આછા સફેદ રંગની અને વિકસિત ઈયળો રતાશ પડતી બદામી રંગની હોય છે. જે પાન ની અંદરનો હરિત પદાર્થ ખાય છે જેનાથી પાન પર વાંકી ચુકી સફેદ લીટીઓ થાય છે. _x000D_ કોશેટા અવસ્થા: પાન કોરીયા ની ઈયળ 2 થી 20 દિવસની અંદર જમીનની અંદર કોશેટા અવસ્થા માં પરિવર્તિત થાય છે._x000D_ પુખ્ત: પાન કોરીયા જીવાતની કોષ અવસ્થા થી 6 થી 22 દિવસ પછી બહાર આવે છે, તેમજ તેની વર્ષભરમાં ઘણી પેઢી પસાર કરે છે. તે પીળા રંગની પીઠ પર કાળી પટ્ટી વાળા હોય છે._x000D_ નિયંત્રણ: ડાયમેથોએટ 30 ઇસી @ 264 મિલી 200 લીટર પાણી સાથે અથવા ઓક્સિડેમેટોન - મિથાઇલ 25% ઇસી @ 400 મિલી 200 લીટર પાણી સાથે અથવા લીમડા આધારિત દવા 1 ઇસી @ 2 મિલી પ્રતિ લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો._x000D_ નોંધ: - દવાઓની માત્રા વિવિધ પાક અને પરિસ્થિતિ મુજબ બદલાઈ શકે છે._x000D_ _x000D_ સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ_x000D_ વધુ જાણવા માટે આ વિડિઓ અવશ્ય જુઓ તેમજ લાઈક કરો અને ખેડૂત મિત્રોને શેર કરવાનું ભૂલશો નહીં!_x000D_
63
0