AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પાન -આધાર કાર્ડ સમયસર કરી લો લિંક
સમાચારએગ્રોસ્ટાર
પાન -આધાર કાર્ડ સમયસર કરી લો લિંક
👉આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક (Pan Aadhaar Link) કરવા બાબતે અનેક લોકોમાં ગડમથલ જોવા મળી છે. જેના કારણે સરકારે બંને કાર્ડ લિંક કરવાની મુદતમાં વધારો કર્યો છે. પહેલા પાનકાર્ડ અને આધારને લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી. જોકે, અનેક લોકોએ આ બંને કાર્ડ લિંક કર્યા ન હોવાના કારણે સરકારે લિંક કરવાની મુદ્દત ત્રણ મહિના વધારી છે. હવે 30 જૂન 2023 સુધીમાં પાનકાર્ડને આધારકાર્ડ સાથે લીંક કરાવવું ફરજિયાત કરાયું છે. 👉આવકવેરા અધિનિયમ 1961ની જોગવાઈઓ હેઠળ, પાનકાર્ડ હોય તેવા દરેક લોકોએ પોતાનું પાનકાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત છે. આવું નહીં કરવામાં આવે તો 1 જુલાઈથી પાન કાર્ડ અમાન્ય થઈ જશે. પાનકાર્ડ સાથે ઘણી સેવાઓ જોડાયેલી હોય છે. આવી સ્થિતિમાં પાનકાર્ડ અમાન્ય થઈ જાય તો મુશ્કેલી સર્જાઈ શકે છે. જેથી પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં ન આવે તો કેવા પરિણામો ભોગવવા પડે તે અંગે અહીં જાણકારી આપવામાં આવી છે. રિફંડ નહીં મળે 👉સૌથી પહેલો પડકાર તો રિફંડ મેળવવામાં આવશે. પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લીંક ન કરવામાં આવે તો પાન ઈનવેલીડ થઈ જશે. પરિણામે રિફંડ આપવામાં આવશે નહીં. પાનકાર્ડ ઇનવેલિડ હશે તો રિફંડ પર જે તે સમયગાળા માટે વ્યાજ પણ ચૂકવવામાં આવશે નહીં. આ ઉપરાંત ટીડીએસ અને ટીસીએસ કપાત પર પણ ઊંચો રેટ લાગશે. ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ નહી થઈ શકે 👉પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવામાં ન આવે તો બીજી સૌથી મોટી તકલીફો ઇન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવામાં પડશે. પાનકાર્ડ ઈનએક્ટિવ થઈ જવાના કારણે તમે કોઈપણ આર્થિક લેવડદેવડ પૂરી કરી શકશો નહીં. રિટર્ન પણ ફાઈલ થઈ શકશે નહીં. ટેક્સ કપાતનો લાભ નહીં મળે 👉પાનકાર્ડને આધાર કાર્ડ સાથે લીંક ન કરવાના કારણે ત્રીજું સૌથી મોટું નુકસાન ટેક્સ બેનિફિટનું રહેશે. તમને ટેક્સ છૂટ કે ક્રેડિટ મળશે નહીં. આ ઉપરાંત તમે કોઈપણ પ્રકારનું બેન્ક એકાઉન્ટ પણ ખોલાવી શકશો નહીં. સામાન્ય રીતે બેંક ખાતા માટે એક્ટિવ પાનકાર્ડ હોવું જરૂરી છે. પરિણામે તમે બેંકનું ખાતું પણ નહીં ખોલાવી શકો. આ ઉપરાંત લોન અને ક્રેડિટ કાર્ડ મેળવવામાં પણ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડશે. 👉સંદર્ભ :- Agrostar આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
11
3
અન્ય લેખો