AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પાનકોરિયા (લીફ માઇનર) માટે વિષ પ્રલોભિકા જાતે બનાવો !
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
પાનકોરિયા (લીફ માઇનર) માટે વિષ પ્રલોભિકા જાતે બનાવો !
પાન કોરિયા (લીફ માઇનર) નો ઉપદ્રવ ટામેટી, વેલાવાળા શાકભાજી, તેલીબિયાના પાકો, વિવિધ ફૂલોની ખેતીના પાકો, લીંબુ વર્ગના ફળ પાક વગેરેમાં નુકસાન કરતા હોય છે. 🔹 ઇયળ પાનમાં રહી સર્પાકારે લીસોટા બનાવી પાનને સુકવી નાંખે છે. 🔹 નિયંત્રણ માટે ખેડૂતો રાસાયણિક દવાઓનો છંટકાવ કરતા હોય છે. 🔹ઓર્ગેનિક ખેતી કરતા ખેડૂતો દવાઓ વાપરી શકતા નથી. 🔹આવા ખેડૂતો પિંજર પાક, લીમડા આધારિત દવાઓ કે પછી બાયોપેસ્ટીસાઇડનો ઉપયોગ કરતા હોય છે. 🔹આ સાથે સાથે જો વિષ પ્રલોભિકા બનાવીને ઉપયોગ કરે તો સારી રીતે જીવાતને કાબૂમાં રાખી શકાય છે. 🔹આવી વિષ પ્રલોભિકા જાતે બનાવી તેનો જાતે બનાવેલ ટ્રેપમાં મૂંકી આ જીવાતના પુક્તને આકર્ષિ ખૂબ સારી રીતે નિયંત્રણ કરી શકાય છે. 🔹પ્રથમ ૧૦ લી પાણી લઇ તેમાં ૨.૫ કિ.ગ્રા ગોળ અથવા મોલાસિસ/ગોળની રસી ઓગાળો. 🔹ત્યાર બાદ તેમાં શેરડીનો સરકો ૧૦૦ મિલિ અને સાયન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬ ઓડી દવા ૨૦ મિલિ અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૮.૮% + થાયામેથોક્ષામ ૧૭.૫ % એસસી દવા ૧૦ મિલિ ઉમેરી દ્રાવણ તૈયાર કરો. 🔹આ મિશ્રણમાં આશરે ૨૦ સે.મી. નાળાની સફેદ દોરીનો ટુકડો બોળી અડધા લીટરની ક્ષમતાવાળી પ્લાસ્ટીકની ચોરસ બરણીના ઢાંકણાની નીચે લટકાવો. 🔹બરણી ઉપર મોટા ૫ x ૫ સે.મી. માપના એક-એક કાણાં ચારે બાજુ પાડો. 🔹આવા તૈયાર થયેલ વિષ પ્રલોભિકાવાળા ટ્રેપ પાકની ઉપરની ધારેથી ૫૦ સે.મી. ઉંચાઇએ એકરે ૧૫ થી ૨૦ની સંખ્યામાં લાકડીની મદદથી ગોઠવવા. 🔹પાકની ઉંચાઇ જેમ જેમ વધતી જાય તેમ તેમ ટ્રેપ્સની ઉંચાઇ પણ વધારતા જાઓ. 🔹૧૦ થી ૧૫ દિવસે ઉપરોક્ત નાડાની દોરીને ફરી બોળી રીચાર્જ કરવી. 🔹ટ્રેપ્સમાં પકડાયેલ પાન કોરિયાના પુક્ત કિટકોને સમયાંતરે કાઢી નાશ કરવા. 🔹લટકાવેલ ટ્રેપ્સ કોઇ પશુ કે કુતરા નુકસાન ન કરે તેનું ધ્યાન રાખવું. 🔹આવા પ્રકારના ટ્રેપ ઢોરવાડા અથવા કોઢિયા ઘરમાં લટકાવવાથી ઘરમાખીનું પણ નિયંત્રણ કરી શકાય છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
8
4