AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પાણી પહેલા પાળ
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
પાણી પહેલા પાળ
હાલ માં દરિયામાં ઉદભવેલા ચક્રવાત ણી અસર થી ગુજરાત અને મહારાષ્ટ્ર ના અનેક ભાગોમાં વરસાદી વાતાવરણ ના કારણે હવામાં ભેજ અને વાતાવરણ માં ઠંડી ઉદ્ભવી છે આ વાતાવરણ રવિ પાકો ને સહેજ પણ અનુકુળ નથી. આ વાતાવરણ ની અસર થી રોગ જીવાત ના પ્રશ્નો ઉદ્ભવે છે તેના નિયંત્રણ માટે નીચે મુજબ ની માવજત કરવી.
રોગ જીવાત નિયંત્રણ :- ખેતીપાકો જેવાકે જીરું, વળીયારી, ઈસબગુલ, ચણા, રાઈડો, ઘઉં વગેરેમાં ફૂગ જન્ય રોગો થવાની સંભાવના રહે છે માટે આગોતરા પગલા રૂપે વરસાદ બંધ થાય કે તરત જ મેન્કોઝેબ - ૬૩% + કાર્બેન્ડાઝીમ - ૧૨% @ ૩ ગ્રામ / લીટર પાણી માં દ્રાવણ બનાવી છંટકાવ કરવો. ટામેટા, બટાકા, મરચી જેવા શાકભાજી પાકો માં ફૂગ અને જીવાણું જન્ય રોગો થવાની સંભાવના છે તેના આગોતરા નિયંત્રણ માટે કોપર ઓક્ષી ક્લોરાઈડ ૫૦ % @ ૩ ગ્રામ / લીટર પાણી માં દ્રાવણ બનાવી છંટકાવ કરવો અને જો તમારે થ્રીપ્સ અને ઈયળો નો ઉપદ્રવ થાય તો લીમડા આધારિત ૧૦,૦૦૦ પી પી એમ @ ૨ મિલી /લીટર પાણી માં દ્રાવણ બનાવી છંટકાવ કરવો. ખાતરો :- વરસાદ ગયા પછી કોઈ પણ પાક માં ઉપરથી ફોસ્ફરસ નું ખાતર જેમકે ૦૦-૫૨-૩૪ અથવા ૧૨-૬૧-૦૦ @ ૫ ગ્રામ / લીટર પાણી પ્રમાણે દ્રાવણ બનાવી છંટકાવ કરવો અને છોડ ની મજબૂતી માટે સીલીકોન આધારિત પોષક દ્રવ્યો જેવા કે ઓર્થોસેલીસીલીક એસીડ નો છંટકાવ માં ઉપયોગ કરવો. તમારી બધી કૃષિ જરૂરિયાતો માટે અમારા ટોલ ફ્રી નંબર 180030000021 પર મિસ કૉલ કરીને મફતમાં માહિતી મેળવો.
86
0
અન્ય લેખો