AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પાણીનો નમૂનો લેતી વખતે લેવાતી સાવચેતીઓ
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
પાણીનો નમૂનો લેતી વખતે લેવાતી સાવચેતીઓ
પાકના વિકાસ માટે સારી ગુણવત્તાવાળું પાણી જરૂરી છે. જો વધુ માત્રામાં મીઠું ધરાવતું પાણી સિંચાઈ માટે વાપરવામાં આવે, તો પાકનો વિકાસ સારો થતો નથી. પાણીને ચાખી લેવું લાભદાયી છે અને પછી તેની ગુણવત્તાના પ્રમાણે, તેનો ઉપયોગ સિંચાઈ માટે કરવો જોઈએ. જો પાણી ખારું છે અને તેનો ઉપયોગ સિંચાઈ માટે થયો છે, તો જમીન પર સફેદ થર એકત્ર થયેલ જોવા મળે છે, અથવા બીજના અંકુરણમાં અવરોધ જોવા મળે છે, અથવા વિકસિત પાકની ઉપરની ડાળીઓ સુકાતી જોવા મળે છે, અથવા જો જમીન ચીકણી અને તેની સપાટી પાણી વાળી રહે છે, અથવા જમીન પર ચાલતી વખતે જો તે જોવા મળે કે જમીન કઠણ બની છે; આવા કિસ્સાઓમાં પાણીની ચકાસણી કરાવો. આવી પારિસ્થિતિમાં જો વધુ માત્રામાં મીઠું પાણીમાં હોયતો, પાક જરૂરી માત્રામાં પાણી અને પોષક તત્વો શોષી શકાશે નહિ. આથી, તેની હાનિકારક અસર પાક પર જોવા મળે છે.
ચકાસણી માટે પાણીનો નમૂનો કેવી રીતે લેવો - કુવા માંથી પાણીનો નમૂનો લેતી વખતે, કુવામાંના પાણીને સખતાઈ પૂર્વક હલાવવું. જો પંપ લગાવેલ છે, ત્યારે તેને ચાલુ કરો અને પાણીને 15 થી 20 મિનિટ માટે વહેવા દો. પ્લાસ્ટિક બોટલ લો અને તેને સારી રીતે સાફ કરો. પછી તેમાં અંદાજે 1 લીટર પાણી ભરો. બોર-વેલના પાણીનો નમૂનો પણ તેવી જ રીતે લેવો. બોટલ પર ખેડૂતનું નામ, સરનામું, જમીન નોધણી ક્રમાંક, આપેલા પાણી બાબતે ખેડૂતનો ટુંકમાં અનુભવ લખેલ પેપર સ્ટીકર ચોટાડવું. પાણીનો નમૂનો તરતજ પ્રયોગશાળા સોંપવું. એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
110
0
અન્ય લેખો