સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
પાણીની બચત કરવા માટે સાવચેતીનાં પગલાં
1) જમીનમાં ભેજ જાળવી રાખવા માટે, મૂળ સ્થાને જળ સ્ત્રોત પ્રણાલીનો ઉપયોગ કરો. 2) પાણીનો કરકસરથી ઉપયોગ કરવા માટે, ટપક અને સ્પ્રીક્લર સિંચાઈ જેવી સુક્ષ્મ સિંચાઇ પદ્ધતિનો ઉપયોગ કરો. 3) જમીનની જળધારણ ક્ષમતા વધારવા માટે સેન્દ્રીય ખાતરોનો ઉપયોગ વધારો. 4)ફળ પાકોને પ્લાસ્ટિક અથવા સૂકા પાંદડાનું આચ્છાદન કરવું જેથી બાષ્પીભવનનું પ્રમાણ ઘટશે અને તે જમીનમાં ભેજ જાળવી રાખવા માટે મદદ કરશે.
5) પાકની વૃદ્ધિની અવસ્થા પ્રમાણે તેમની પાણીની જરુરિયાતમાં ફેરફારો થાય છે. તેથી જરૂરિયાતો અનુસાર પાણી આપવું જોઈએ. 6) જો પાણીની પ્રાપ્તિ ઓછી હોય તો એકાંતર હરોળ પદ્ધતિ દ્વારા પાણી આપો. તે જમીન/પાકની અંદર ભેજ જાળવી રાખવામાં મદદ કરે છે. 7) પાણીની ઓછી જરૂર વાળા ઘાસચારા પાકો માટે હાઈડ્રોપોનીક તકનીકને અનુસરો. 8) ફળના બગીચા પર પાણીના તાણને રોકવા માટે, 8% કેઓલિન અથવા 1 થી 2% પોટેશિયમ નાઈટ્રેટનો છંટકાવ કરવો. 9) બગીચાને ગરમ પવનોથી બચાવવા માટે અને ખેતરના પશ્ચિમ અને દક્ષિણ બાજુ પર શેવરી અને સુરુ જેવા વાયુ-પ્રતિરોધક ઝાડ વાવવા.
289
0
અન્ય લેખો