AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પાટણ જિલ્લાના ખેડૂતો પાણીની રાહમાં, રવીપાકમાં 40 ટકાનો ઘટાડો.
કૃષિ વાર્તાસંદેશ ન્યૂઝ પેપર
પાટણ જિલ્લાના ખેડૂતો પાણીની રાહમાં, રવીપાકમાં 40 ટકાનો ઘટાડો.
પાટણ જિલ્લામાં ખેડૂતોની સ્થિતિ હાલમાં કફોડી બની ગઈ છે.પાટણ જિલ્લો મુખ્યત્વે ખેતી તેમજ પશુ પાલન પર આધારિત જિલ્લો છે પરંતુ ચાલુ વર્ષે ચોમાસુ નહિવત હોવાથી ખેડુતના બધા જ પાક સુકાઈ ગયા હતા. ખેડૂતોને પાણી આપવાના વચનો પોકળ સાબિત થયા હતા. હાલમાં પાટણના ખેડૂતો પાકને બચાવવા પાણી માટે વલખા મારી રહ્યાં છે. સરદાર સરોવર ડેમમાંથી પાણી તો છોડવામા આવે છે પરંતુ તે પાણી માત્ર નર્મદાની મુખ્ય કેનાલમાં જ જાય છે, જ્યારે માઈનોર કેનાલો સુકીભઠ્ઠ પડી છે.
ઓછા વરસાદ અને પાણીની તંગીના કારણે આ વખત 40 ટકા જેટલો રવીપાકમાં ઘટાડો નોંધાવવાની આશંકા સેવવામાં આવી રહી છે. ગત્ત વર્ષની વાત કરીએ તો ખેડૂતોએ આ સમય સુધીમાં વરસાદ સારા પ્રમાણમાં હોવાના કારણે 97 હજાર હેક્ટર વાવેતર કરી લીધું હતુ, પરંતુ આ વખતે વરસાદ તો ઓછો થયો જ પરંતુ તેની સાથે સરકારે ખેડૂતોને નર્મદાનું ટીપુએ પાણી ના આપ્યું જેથી હજું સુધી 47 હજાર હેક્ટર વાવેતર જ થયું છે. તેવામાં આ વર્ષે રવિપાકમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. સંદર્ભ - સંદેશ ન્યૂઝ પેપર, 19 નવેમ્બર 2018
0
0