AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પાક વીમા યોજનાનો લાભ માટે જમા કરાવો આ ડોક્યુમેન્ટ ! કેસીસી ધારકો ખાસ વાંચે !
કૃષિ વાર્તાAgrostar
પાક વીમા યોજનાનો લાભ માટે જમા કરાવો આ ડોક્યુમેન્ટ ! કેસીસી ધારકો ખાસ વાંચે !
દેશના લગભગ મોટા ભાગોમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. ખેડૂતોએ ખરીફ પાકની વાવણી શરૂ કરી દીધી છે. સરકારે ટ્વિટર દ્વારા ખરીફ પાક વીમાને લગતી સૂચનાઓ જારી કરી છે. એવું કહેવામાં આવ્યું છે કે કુદરતી આફતોથી બચાવવા માટે ખેડૂતોએ તેમના પાકનો વીમો કરાવવો જોઇએ. ખરીફ પાકના વીમાની પ્રક્રિયા મોટાભાગના રાજ્યોમાં શરૂ થઈ છે. જે ખેડુતો પ્રધાનમંત્રી પાક વીમા યોજનાનો લાભ લેવા માંગતા હોય તેઓએ 31 જુલાઇ 2020 પહેલાં બેંક શાખાને જાણ કરવી. કેમ શરુ કરવામાં આવી પાક વીમા યોજના ? પીએમ પાક વીમા યોજનાની મદદથી ખેડુતોને કુદરતી આફત ને લીધે થતા નુકસાનમાં રાહત આપવાનો હેતુ છે. તેની શરૂઆત 13 જાન્યુઆરી, 2016 ના રોજ થઈ હતી. આ યોજના ભારતની કૃષિ વીમા કંપની (એઆઈસી) દ્વારા સંચાલિત કરવામાં આવે છે. ખાસ વાત એ છે કે કેન્દ્ર સરકારે આ યોજના સ્વૈચ્છિક બનાવી છે. હવે ખેડુતો તેમની પસંદના પાકનો વીમો કરાવી શકે છે. વીમા માટે આ ડોક્યુમેન્ટ ની છે જરૂરી : જો કોઈ ખેડૂત તેના પાકનો વીમો લેવો માંગતો હોય, તો તેના માટે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો જરૂરી છે, જે નીચે આપેલા છે. • પાન કાર્ડ, • ડ્રાયવીંગ લાઇસન્સ • મતદાર કાર્ડ • પાસપોર્ટ • આધારકાર્ડ • મોબાઇલ નંબર • બેંક ખાતા નંબર કેટલું ચૂકવવું પડે છે પ્રીમિયમ ? ખરીફ પાક માટે ખેડૂતોએ 2 ટકા પ્રીમિયમ ચૂકવવું પડશે. રવી પાક માટે 5% પ્રીમિયમ ચૂકવવું પડશે. વ્યવસાયિક અને બાગાયતી પાક માટે વીમા કવર પણ પ્રદાન કરવામાં આવે છે. જેમાં, ખેડૂતોએ 5 ટકા પ્રીમિયમ ચૂકવવું પડશે. કેસીસી રાખવા વાળા ખુદ આવે છે વીમાના ક્ષેત્રમાં : મહત્વની માહિતી છે કે જે ખેડૂત કિસાન ક્રેડિટ કાર્ડથી ખેતી માટે લોન લે છે, તેનો પાક વીમાના દાયરામાં આવે છે. જ્યારે, આ યોજના સ્વૈચ્છિક છે. એટલે કે, ખેડૂતો તેમની ઇચ્છા મુજબ પાકનો વીમો ઉતારી શકે છે. આ માટે, જન સેવા કેન્દ્રોની મુલાકાત લઈને અરજીઓ કરી શકાય છે. સંદર્ભ : Agrostar, 24 જૂન 2020 આપેલ કૃષિ સમાચાર ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
275
0
અન્ય લેખો