AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પાક નો મળશે મહત્તમ ભાવ
સમાચારએગ્રોસ્ટાર
પાક નો મળશે મહત્તમ ભાવ
👌🏻ગુજરાતના ખેડૂતોને તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ અને આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. 👌🏻ડાંગર ટેકાના ભાવ રજીસ્ટ્રેશન આગામી તારીખ: ૩૧મી ઓક્ટોબર દરમિયાન સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવ માટેના ફોર્મ ભરવાના શરૂ થશે. જેમાં ખેડૂતમિત્રોને ડાંગર ટેકાના ભાવ માટે રજીસ્ટ્રેશન માટે કેટલા દસ્તાવેજ જરૂરી એની માહિતી નીચે મુજબ છે. જેમાં સરકાર દ્વારા ડાંગરની લઘુતમ ટેકાના ભાવે ખરીદી રૂ.૨૧૮૩ પ્રતિ ક્વિન્ટલ, ગ્રેડ-એ ડાંગર માટે રૂ.૨૨૦૩પ્રતિ ક્વિન્ટલ પ્રમાણે થશે. 👌🏻બાજરી ટેકાના ભાવ રજીસ્ટ્રેશન નોંધણીનો સમયગાળો ૩૧મી ઓક્ટોબર સુધીમાં સરકાર લઘુતમ ટેકાના ભાવ માટેના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. ટેકાના ભાવ માટે રજીસ્ટ્રેશન કરવા જરૂરી દસ્તાવેજની માહિતી નીચે મુજબ છે.લઘુતમ બાજરીના ટેકાના ભાવે ખરીદી રૂ. ૨૫૦૦ પ્રતિ ક્વિન્ટલ પ્રમાણે થશે. બાજરીની ટેકાની ખરીદી ખેડૂતદીઠ નક્કી કરેલા જથ્થા મુજબ ખરીદી કરશે. 👌🏻જુવાર ટેકાના ભાવ રજીસ્ટ્રેશન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિક/ગ્રામ્ય કક્ષાએ વી.સી.ઈ. ઓપરેટર દ્વારા તારીખ ૩૧મી ઓક્ટોબર સુધી કરવામાં આવશે. જુવારની ટેકાના ભાવ માટે રજીસ્ટ્રેશન કરવા જરૂરી દસ્તાવેજની માહિતી નીચે મુજબ છે. લઘુતમ જુવારની ટેકાના ભાવે ખરીદી હાઈબ્રીડ જુવાર માટે રૂ. ૩૧૮૦ પ્રતિ ક્વિન્ટલ, માલદંડી જુવાર માટે રૂ. ૩૨૨પ પ્રતિ ક્વિન્ટલ અને રાગી જુવાર માટે રૂ. ૩૮૪૬ પ્રતિ ક્વિન્ટલ પ્રમાણે થશે. 👌🏻મકાઈ ટેકાના ભાવ રજીસ્ટ્રેશન આગામી તારીખ: ૩૧મી ઓક્ટોબર દરમિયાન સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવ માટેના ફોર્મ ભરવાના શરૂ થશે. જેમાં ખેડૂતમિત્રોને મકાઈ ટેકાના ભાવ માટે રજીસ્ટ્રેશન માટે કેટલા દસ્તાવેજ જરૂરી એની માહિતી નીચે મુજબ છે. જેમાં સરકાર દ્વારા મકાઈની લઘુતમ ટેકાના ભાવે ખરીદી મકાઈ માટે રૂ. ૨૦૯૦ પ્રતિ ક્વિન્ટલ પ્રમાણે થશે. 👌🏻ટેકાના ભાવે રજીસ્ટ્રેશન દસ્તાવેજ આધાર કાર્ડની નકલ, મહેસુલ રેકર્ડ ગામ નમુનો ૭/૧૨ તથા ૮-અની અધતન નકલ, ગામ નમુના- ૧૨માં પાક વાવણી અંગેની નોંધ ન થઇ હોય તો, પાકની વાવણી અંગેનો તલાટીના સહી-સિક્કા સાથેનો દાખલો, પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા કેન્સલ ચેક. 👌🏻ટેકાના ભાવે રજીસ્ટ્રેશન પોર્ટલ આગોતરી નોંધણી માટે – N.I.C. ના પોર્ટલ http//ipds.gujarat.gov.in પોર્ટલ પર ખેડૂતમિત્રો જાતે અરજી કરી શકતા નથી, એટલે કે અહીં ગામ કે વિસ્તાર મુજબ સરકાર દ્વારા નિમણુંક થયેલા વી.સી.ઈ. ઓપરેટર દ્વારા ઉપર આપેલ પોર્ટલ પર અરજી કરવામાં આવે છે. માટે ખેડૂતમિત્રોએ APMC (માર્કેટયાર્ડ) પર અથવા ગામ પંચાયત કેન્દ્ર પર જઈ ને ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવી શકો છો. 👉સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
7
2
અન્ય લેખો