AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પાક ને જંગલી જાનવર નઈ કરે નુકશાન
યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
પાક ને જંગલી જાનવર નઈ કરે નુકશાન
👉🏻ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા વિવિધ સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. કેટલીક યોજના અંગે ખેડૂતોને જાણકારી હોય છે અને તેનો લાભ લેતા હોય છે, તો કેટલીક યોજના અંગે ખેડૂતોમાં જાગૃતિનો અભાવ જોવા મળે છે. આજે અમે આપને ખેડૂતો માટેની અમલી ખેતરને ફરતે લોખંડના કાંટાળા તારની વાડ માટેની નાણાંકીય સહાય યોજના અંગે વિગતો જણાવીશુ. આ યોજના અંગે અમે આપને સંપૂર્ણ જાણકારી આપીશું. જેના વડે તમે લોખંડના કાંટાળા તારની વાડ માટેની નાણાંકીય સહાય યોજનાનો લાભ મેળવી શકો છો. 👉🏻તાર ફેન્સીંગ યોજનાનો ઉદેશ્ય ખેડૂતના મહામૂલા પાકને રોઝ અને ભૂંડના ત્રાસથી બચાવવા માટે સરકાર દ્વારા આ યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજનાનો હેતુ જંગલના વન્ય પ્રાણી અને પશુઓ દ્વારા ખેડૂતોના ઊભા પાકને નુકશાન થતું અટકાવવામાં મદદરૂ૫ થવાનો છે. 👉🏻કેવી રીતે લેશો યોજનાનો લાભ આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ અરજીને લઈને કલસ્ટર બનાવવું પડશે. અને તેને https://ikhedut.gujarat.gov.in/ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. તમામ ખેડૂતોની ઓછામાં ઓછા 5 હેકટરનો વિસ્તાર માન્ય રહેશે.તમામ ખેડૂતોએ સામુહિક અરજી કરતા સમયે એક ખેડૂતને જૂથના લીડર બનાવવાના રહેશે. અરજી સાથે ખેડૂતો કે ખેડૂતોના જૂથની વિગતો, બેંક ખાતાની વિગત પણ આપવી પડશે. 👉🏻ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન દ્વારા કાંટાળા તાર માટે આવેલ અરજીઓનો કોમ્પ્યુટરરાઈઝ ઓનલાઈન ડ્રો કરવામાં આવશે. જેમની અરજી ડ્રોમાં ના આવે તેમની અરજી બીજા વર્ષે હાથ ધરાનાર ડ્રો માટે કેરીફોરવર્ડ કરવામાં આવશે. 👉🏻જંગલના વન્ય પ્રાણી અને પશુઓ દ્વારા ખેડૂતોના ઊભા પાકને નુકશાન થતું અટકાવવા ખેતરની ફરતે લોખંડની કાંટાળી તારની વાડ બનાવવાની યોજના ગુજરાતના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા અમલમાં મુકવામાં આવી છે. 👉🏻તાર ફેન્સીંગ યોજના મળવાપાત્ર લાભ આ યોજના હેઠળ ચુકવવાપાત્ર સહાય બે તબકકામાં ચુકવવામાં આવશે. 👉🏻પ્રથમ તબકકામાં ખેડૂતો દ્વારા થાંભલા ઉભા કર્યાની ચકાસણી કર્યા બાદ (રૂ.100 પ્રતિ રનીંગ મીટર દીઠ અથવા થનાર ખર્ચના 50 % બે માંથી જે ઓછુ હોય તે પ્રમાણે ) 50% સહાયની ચુકવણી કરવામાં આવશે. 👉🏻બીજા તબકકાની ચુકવવાપાત્ર 50% સહાય (રૂ.100 પ્રતિ રનીંગ મીટર દીઠ અથવા થનાર ખર્ચના 50 % બે માંથી જે ઓછુ હોય તે પ્રમાણે ) સંપુર્ણ કામગીરી પૂર્ણ થયા બાદ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિ. દ્વારા નિમાયેલ થર્ડ પાર્ટીનો જી.પી.એસ. લોકેશન સહિતનો ઇન્સ્પેકશન રિપોર્ટ મળ્યા બાદ ચુકવવામાં આવશે. 👉🏻તાર ફેન્સીંગ યોજનાનો લાભ લેવા માટેના આધાર પુરાવા ✅અરજી સાથે ખેડ્રત / ખેડૂતોના જુથની વિગતો ✅બેંક ખાતાની વિગતો ✅7/12, 8અ તેમજ આઘારકાર્ડની નકલ ✅ખેડૂતોએ જે જુથ બનાવ્યું હોય તેના લીડરને પેમેન્ટ કરવા અંગેનુ એફીડેવીટ ✅ખેડૂતો કામગીરી સામૂહિક રીતે કરવા સંમત છે તેવુ સંમતિ૫ત્ર ✅જુથના ખેડૂતોએ તાર ફેન્સીંગ યોજનાનો લાભ આગાઉ લીઘેલ નથી તે અંગેનુ બાંહેઘરી૫ત્ 👉સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
61
14
અન્ય લેખો