AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પાક ની કાપણી વખતે ધ્યાને રાખવાની કેટલીક બાબતો !
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
પાક ની કાપણી વખતે ધ્યાને રાખવાની કેટલીક બાબતો !
👉 પાકની કાપણી કે વિણી વખતે કેટલીક બાબતો ધ્યાને રાખીને કરવાથી પાકમાં નુકસાન કરતી જીવાતોનો જીવનક્રમ તોડી શકાય છે જેથી બીજી ઋતુંમાં પ્રશ્ર ઓછો રહે છે. 👉 મકાઇ, જુવાર, બાજરી, ડાંગર જેવા પાકની કાપણી વખતે શક્ય હોય ત્યાં સુધી જમીન નજીકથી લણની કરવાથી થડમાં રહેલ ગાભમારાની ઇયળ પણ રાડા સાથે આવી જતા જીવાતનો જીવનચક્ર તુંટે છે. 👉 આવા પાકોની કાપણી પછી જડિયા ખોદી કાઢી નાશ કરવા. 👉 રીંગણ, ટામેટી, ભીંડા વગેરેની વિણી પછી જીવાતથી નુકસાન પામેલ ફળ/ શીંગો જૂદી પાડી શેઢા ઉપર ન નાંખતા તેનો વ્યવસ્થિત નિકાલ કરવાથી ફળ/ શીંગો કોરી ખાનાર ઇયળનો વધતો ઉપદ્રવ ઘટાડી શકાય. 👉 રાયડાની કાપણી પછી તેના જડિયામાં રંગીન ચૂસિયાં ભરાઇ રહે છે તેથી કાપણી પછી તરત ટ્રેક્ટરથી ખેતર ખેડી નાંખવું. 👉 કપાસમાં મિલીબગનો ઉપદ્રવ હોય તો રોટાવેટરથી કરાંઠીઓને જમીનમાં દબાવવી નહિ. 👉 ઘઉંનું થ્રેસીંગ કર્યા પછી ભૂંસું ખેતરમાં પડી રહે તો તેના પછીના પાકમાં ઉધઇનો પ્રશ્ર આવે છે. 👉 બીજ માટે કરેલ મગ-અડદ-ચોળી વગેરેને કાપતા પહેલા ભલામણ કરેલ એક દવાનો છંટકાવ કરીને કાપણી કરવાથી બીજનાં સંગ્રહ દરમ્યાન પડતી જીવાતોને કાબૂંમાં રાખી શકાય છે. 👉 બટાકા કાઢ્યા પછી ખેતરમાં ઢગલો કરી રાખવાથી બટાટાની ફૂંદી (પોટેટો ટ્યુબર મોથ) બટાકા ઉપર ઇંડા મૂંકતી હોય છે અને તેવા બટાકા કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરતા તેમાં આની ઇયળો બટાકાને નુકસાન કરતી હોય છે. 👉 કેરી, જામફળ, ચીકૂં, પપૈયા, કેળા જેવા ફળ સમયસર ઉતારી લેવા. જો ઝાડ ઉપર જ પાકી જાય તો ફળમાખીનો ઉપદ્રવ વધતો રહે છે. 👉 પાકની છેલ્લી અવસ્થાએ જીવાતનો પ્રશ્ર વધારે આવી પડે તો દવાના છંટકાવ કરવા કરતા પાકની વહેલી કાપણી કરવી હિતાવહ છે. 👉 શાકભાજીમાં જરુર કરતા વધારે બે વીણી વચ્ચેનો ગાળો રાખવો નહિ, આમ કરવાથી જીવાતનો ઉપદ્રવ વધતો હોય છે. 👉 કોઇ પણ પાકની કાપણી એક સાથે ન કાપતાં પટ્ટામાં કાપવામાં આવે તો જીવાતના પરજીવી/ પરભક્ષી ખેતરમાંથી બહાર જતા રહેતા નથી અને આમ તેમનું જતન/ સંરક્ષણ કરી શકાય છે. અથવા તો ખેતરની ચારે બાજુએ એક કે બે હરોળ રહેવા દઇ તેને પછી કાપવી. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
27
5
અન્ય લેખો