AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પાક ઉત્પાદન માં NPK નું મહત્વ !
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
પાક ઉત્પાદન માં NPK નું મહત્વ !
નાઇટ્રોજન: 👉🏻છોડનો ઝડપી વિકાસ કરવાનું તથા છોડના પાનને ગાઢ લીલો રંગ આપવાનું છે. 👉🏻ધાન્ય પાકોમાં પ્રોટીનના ટકામાં વધારો કરે છે. 👉🏻છોડમાં તે નિયામક તરીકે કાર્ય કરે છે કારણ કે તે પોટાશ , ફોસ્ફરસ તથા બીજા તત્વોના વપરાશને નિંયત્રણ કરે છે. 👉🏻નાઈટ્રોજન મૂળની વૃધ્ધિ, પ્રકાંડની વૃધ્ધિ , તેમજ પાંદડાની વૃધ્ધિ મદદ કરે છે. ફોસ્ફરસ : 👉🏻છોડમાં કોષના વિભાજનમાં તેમજ ચરબીના સંશ્લેષણમાં ફોસ્ફરસ આવશ્યક છે. 👉🏻છોડમાં ફૂલ, ફળ અને બીજ બનાવવામાં મદદ કરે છે. 👉🏻મૂળનો વિકાસ સારી રીતે થાય છે. પ્રકાંડને મજબૂત બનાવી પાકને ઢળતો અટકાવે છે. 👉🏻શાકભાજી, ફળ તેમજ ફૂલની ગુણવતા વધારે છે. 👉🏻કઠોળ વર્ગના પાકના મૂળમાં રહેલા બેકટેરીયાને ઉતેજીત કરીને જમીનમાં વધારે નાઈટ્રોજનનું સ્થીરીકરણ કરે છે. 👉🏻ફોસ્ફરસ શકિતની હેરફેરમાં તેમજ કાર્બોહાઈડ્રેટ, ચરબી અને એમિનો એસિડની રસાયણની ક્રિયામાં તેમજ ઉપચયનમાં અગત્યનો ભાગ ભજવે છે . પોટેશિયમ : 👉🏻પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં અને કાર્બોહાઈડ્રેટ ના સંશ્લેષણ માટે ખાસ જરૂરી છે. 👉🏻પોટેશિયમ છોડની કેટલીક મહત્વની દેહધાર્મિક ક્રિયાઓમાં અગત્યની કામગીરી બજાવે છે.. 👉🏻કાર્બોહાઈડ્રેટનું સ્થળાંતર અને સંગ્રહ, નાઈટ્રોજનનો ઉપાડ અને પ્રોટીન સંશ્લેષણની ક્રિયાઓમાં અગત્યનો ભાગ ભજવે છે. 👉🏻છોડમાં પાણીની જાણવણી , છોડને રોગજીવાત તેમજ પાણીની અછત સામે પ્રતિકારક શકિત આપે છે. 👉🏻પાકની ઉત્પાદન ગુણવતામાં વધારો કરે છે. 👉🏻ખાસ કરીને ઘાન્ય પાકના દાણામાં પ્રોટીનમાં તેમજ મગફળીના દાણામાં તેલના ટકામાં વધારો કરે છે. સંદર્ભ :એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ કૃષિ માહિતી ને લાઈક કરી વધુ ને વધુ મિત્રો જોડે શેર કરો.
91
19
અન્ય લેખો