AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પાકોમાં આવતી જીવાતો વિષે જાણો
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
પાકોમાં આવતી જીવાતો વિષે જાણો
• મોલો: છોડની કુમળી ડૂંખો પર અને પાનની નીચે રહી રસ ચૂસીને નુકસાન કરે છે અને પ્રકાશસંશ્વલેષણની ક્રિયા અવરોધાય છે. ઇસબગુલમાં આનો ઉપદ્રવ વધારે જોવા મળે છે. _x000D_ • તડતડીયાં: બચ્ચાં તથા પુખ્ત પાન તથા છોડના કુમળા ભાગોમાંથી રસ ચૂસે છે. પરીણામે પાનની ધારો પીળી પડી જઇ અંદરની તરફ કોકડાઇ જાય છે. જેથી પાન કોડીયા જેવા દેખાય છે._x000D_ • સફેદમાખી: આ કીટકના બચ્ચાં અને પુખ્ત પાનમાંથી રસ ચૂસે છે._x000D_ • થ્રીપ્સ: પાન ઉપર ધસરકા પાડીને રસ ચૂસે છે. પાન ઉપર સફેદ પટ્ટીઓ પડી જાય છે. આવા પાન બરછટ અને જાડા જણાય છે. પિયતનો ગાળો લંબાય તો થ્રીપ્સનો ઉપદ્રવ વધે છે. _x000D_ • પાનકથીરી: પાનની નીચેની સપાટી પર રહી પાનમાંથી રસ ચૂસે છે. પાન પર સફેદ ડાધ જોવા મળે છે. પાન ફીકકા પડી જાય અને છોડનો વિકાસ અટકે છે._x000D_ • ચીક્ટો (મિલીબગ): કૂમળા પાન, ડૂંખ, પર્ણદંડ, કળી, ફૂલ, વિકસતા જીંડવા/ડોડવા અને થડ ઉપર ચોંટી રહીને રસ ચૂસે છે. પાન વાંકાચૂકા અને બેડોળ બની જાય છે._x000D_ • સાયલા: કુમળાં પાન, કળીઓ તેમજ વૃધ્ધિ પામતી ડૂંખોમાંથી રસ ચૂસે છે. જેથી ઉપદ્રવિત ભાગ પીળો પડીને સુકાઈ જાય છે._x000D_ • હીરાફૂદું: અસાળિયા જેવા ઔષધિય પાકોમાં હીરાફૂદાંની ઈયળ પાન ખાઈને નુકસાન કરે છે. _x000D_ • લીલી ઇયળ: કરિયાતામાં આ લીલી ઇયળનો ઉપદ્રવ સવિશેષ જોવા મળે છે. _x000D_ • પાનકોરિયુ: ઇંડાંમાંથી નીકળતી ઇયળ પાનની અંદર રહીને તેનો ગર્ભ ખાય છે. ઇયળ પાન ઉપર સર્પોલિયા આકારના લીસોટા બનાવીને નુકસાન કરે છે. _x000D_ • પાન ખાનાર ઇયળ: ઇયળ પાન, ફૂલ અને વિકસતી કળીઓને ખાઇને નુકસાન કરે છે. _x000D_ • ઉધઈ: આ કીટક છોડના મૂળના ભાગેથી શરુઆત કરી આખા છોડને નુકસાન પહોંચાડે છે. _x000D_ • કેટોપ્સીલા: મીઢીં આવળ (સોનામુખી)માં કેટોપ્સીલા નામની જીવાતનો ઉપદ્રવ વધુ જોવા મળે છે. _x000D_ • રાસાયણિક દવાઓના અવશેષોને ધ્યાને રાખી જીવાતોના નિયંત્રણ માટે વનસ્પતિજન્ય કે જૈવિક દવાઓનો જ ઉપયોગ કરવો. _x000D_ સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ_x000D_ આ ઉપયોગી માહિતી ને લાઈક કરો અને અન્ય ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો. _x000D_
11
0
અન્ય લેખો