ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
પાકમાં પાન કોક્ડવા વાયરસ નું કરો નિયંત્રણ
🍅હાલના વાતાવરણ પ્રમાણે ટામેટા ના પાક માં વાયરસ ની સમસ્યા વધારે જોવા મળતી હોય છે અને નુકશાન પણ વધારે થાય છે જેને કારણે ખેડૂતો ને ઉત્પાદન ઓછું મળે છે.જેથી ખેડૂત ને આર્થિક નુકશાન થાય છે. ચાલો જાણીએ આ સફેદ માખી નું સચોટ નિયંત્રણ.
🍅આ રોગનો ફેલાવો સફેદમાખીથી થાય છે. પાન નાના આછા લીલા રંગના થઇ કોક્ડાઇ જાય છે. થડની આંતરગાઠો વચ્ચેનું અંતર ઘટતા છોડ વામણો રહે છે. રોગની શરૂઆત થતાં રોગિષ્ટ છોડ જોવા મળે એટલે તુરંત જ ઉપાડી નાશ કરવો.
🍅સફેદ માખી ના નિયંત્રણ માટે કિલ- એક્સ (થાયોમેથોક્ષામ 12.6% +લેમડા સાયહેલોથ્રીન 9.5% ઝેડસી ) 5 મિલી સાથે છોડ ના વૃદ્ધિ વિકાસ માટે સ્ટેલર 25 મિલી પ્રતિ પંપ પ્રમાણે મિશ્રણ કરીને છંટકાવ કરવો.
👉સંદર્ભ :- Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!