ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
પાકમાં જીવાણુથી થતા પાનના ટપકા ના રોગની સમસ્યા
🍅ટામેટાના પાકમાં હાલ બદલતા વાતાવરણ ને કારણે જીવાણું થી થતા પાનનાં ટપકાં ના રોગની સમસ્યા જોવા મળી રહી છે. તો જાણીએ આ રોગ કઈ રીતે પાકમાં કરી શકે છે નુકશાની અને તેના નિયંત્રણ વિશે.
🍅આ રોગનો ઉપદ્રવ ગરમ અને ભેજવાળું વાતાવરણ હોય ત્યારે વધારે જોવા મળે છે. જીવાણું ટમેટાના પાન, ડાળી અને ફળ પર હુમલો કરે છે. પ્રથમ લક્ષણોમાં પાંદડા પર નાના, પીળા-લીલા રંગના પાણી પોચા ધબ્બા જોવા મળે છે.
🍅જૂના પાન પર કોણીય ઘાટના ધબ્બા થાય છે. તે પહેલા ઘાટા લીલા અને ચીકાશ વાળા દેખાય છે.
🍅જો પરિસ્થિતિ સાનુકૂળ હોય તો, તેઓ ઝડપથી મોટા થઇ વિસ્તરે છે અને કથ્થાઈ લાલ રંગના બની જાય છે. આખરે, ટપકા ના કેન્દ્ર સુકાઈ જાય છે અને વિખેરાઈ જાય છે. ફળ પર ના ટપકા નિસ્તેજ-લીલા, પાણી પોચા દેખાય છે, જે આખરે ખરબચડા અને કથ્થઈ થઈ જાય છે.
🍅રોગ કેવી રીતે આગળ વધે છે :-
રોગ પેદા કરતા જીવાણુ બીજ માં અથવા બીજ પર, છોડના અવશેષો અને ચોક્કસ નીંદણ પર ટકી શકે છે. જ્યારે પરિસ્થિતિ અનુકૂળ હોય છે, ત્યારે તે તંદુરસ્ત છોડ પર વરસાદ કે ઉપરથી કરવામાં આવતી સિંચાઈ મારફતે ફેલાય છે. તે પાંદડા પર ના છિદ્રો અને જખમ દ્વારા છોડ માં પ્રવેશે છે. 25 થી 30 ° સે વચ્ચે નું તાપમાન શ્રેષ્ઠ રહે છે. એકવાર જો પાક ચેપગ્રસ્ત થાય તો, રોગ ને નિયંત્રિત કરવો ખૂબ જ મુશ્કેલ છે અને સમયસર નિયંત્રણ ના કરવામાં આવે તો પાકને સંપૂર્ણ નુકસાન થઈ શકે છે.
🍅હવે વાત કરીયે તેના રાસાયણિક નિયંત્રણ વિશે તો પ્રથમ છંટકાવમાં કુપર-૧ (કોપર ઓક્સીક્લોરાઈડ ૫૦% WG) @ ૪૫ ગ્રામ અથવા રોઝતમ (એઝોક્સિસ્ટ્રોબિન ૧૧ % + ટેબુકોનાઝોલ ૧૮.૩ % SC) @ ૨૫ મિલી અને સાથે કાસુ-બી @ (કાસુગામાસીન 3% SL) @ ૪૦ મિલી/૧૫ લીટર પાણી માં મિક્સ કરીને છંટકાવ કરવો.
સંદર્ભ :- એગ્રોસ્ટાર
આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.