AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પાકમાં કટોકટી અવસ્થા સમયે પિયત વ્યવસ્થાપન!
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
પાકમાં કટોકટી અવસ્થા સમયે પિયત વ્યવસ્થાપન!
🌾કોઈ પાન પાક માં ઉત્પાદન અને છોડ ના વિકાસ અને દાણાની ગુણવત્તા માટે ક્યારે અને ક્યાં સમયે પિયત આપવું એ ખુબજ જરૂરી છે.ઘઉં ના પાક માં સારા ગુણવત્તા વાળા દાણા અને વધુ ઉત્પાદન મેળવા માટે પિયત ક્યારે આપવું તે જાણીએ. ઘઉંના પાકને કટોકટીની અવસ્થા 6 અવસ્થા છે જેવી કે, 1️⃣મુકુટ મૂળ અવસ્થા (18 થી 21 દિવસ), 2️⃣ફૂટ અવસ્થા (38 થી 40 દિવસ), 3️⃣ગાભે આવવાની અવસ્થા ( 50 થી 55 દિવસ), 4️⃣ફૂલ અવસ્થા (60 થી 65 દિવસ), 5️⃣દુધિયા દાણા અવસ્થા (75 થી 80 દિવસ) અને 6️⃣પોક અવસ્થા (90 થી 95 દિવસ) માં અચૂક પાણી આપવું. જો એક પિયત આપી શકાય એમ હોય તો મુકુટ મૂળ અવસ્થાએ પિયત આપવું. જો બે પિયત આપી શકાય એમ હોય તો મુકુટ મૂળ અવસ્થા અને ફૂલ અવસ્થાએ પિયત આપવું. જો 3 પિયત આપી શકાય એમ હોય તો મુકુટ મૂળ અવસ્થા, ફૂલ અવસ્થા અને પોક અવસ્થાએ પિયત આપવું. 👍 સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર
27
1
અન્ય લેખો