ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
પાકમાં આપો કટોકટીની અવસ્થામાં પાણી!
❄️ધઉં ઉત્પાદન ઉપર અસરકર્તા પરિબળો પૈકી પિયત અગત્યનું પરિબળ છે. ધઉંના પાકમાં કટોકટીની અવસ્થાએ પિયત આપવું ખુબજ જરૂરી છે. ઘઉંના પાકમાં 6 કટોકટીની અવસ્થા હોય છે. જુદી જુદી કટોકટીની અવસ્થાએ પિયત આપવાથી 5 % થી 30% સુધી ઉત્પાદનમાં ધટાડો થાય છે.
ધઉંના પાકમાં નક્કી કરેલ કટોકટીની અવસ્થા :-
👉🏻મુકુટ મૂળ અવસ્થા (18 થી 21 દિવસ )
👉🏻ફૂટ અવસ્થા (38 થી 40 દિવસ)
👉🏻ગાભે આવવાની અવસ્થા ( 50 થી 55 દિવસ)
👉🏻ડુંડી અવસ્થા (60 થી 65 દિવસ)
👉🏻દુધિયા દાણા અવસ્થા (75 થી 80 દિવસ)
👉🏻પોંક અવસ્થા (90 થી 95 દિવસ)
❄️ઉપર મુજબની કુલ છ કટોકટીની અવસ્થાએ અચૂક પિયત આપવું. કોઈ પણ એક અવસ્થાએ પિયત ચુકી જવાથી ઉત્પાદનમાં નોધનીય ધટાડો થાય છે. દાણામાં પોપટીયાપણું ( સફેદ દાગ )નું પ્રમાણ ઓંછો કરવા અને દાણાનો ચળકાટ વધારવા માટે છેલ્લુ પિયત પોંક અવસ્થા (90 દિવસે) પાણી આપવું.
❄️જો એક પિયત આપી શકાય એમ હોય તો મુકુટ મૂળ અવસ્થાએ પિયત આપવું. જો બે પિયત આપી શકાય એમ હોય તો મુકુટ મૂળ અવસ્થા અને ડુંડી અવસ્થાએ પિયત આપવું. જો 3 પિયત આપી શકાય એમ હોય તો મુકુટ મૂળ અવસ્થા, ડુંડી અવસ્થા અને પોંક અવસ્થાએ પિયત આપવું.
❄️ધઉંના ઉત્પાદન માં પિયત આપવાની જેટલી મહત્વતા છે તેટલીજ મહત્વતા તેને પાણી છોડી દેવાની પણ છે. પોંક તૈયાર થવા આવે એટલે કે દાણા કઠણ થવા આવે તે પછી પિયત ના આપવાથી દાણામાં પોપટીયાપણું આવી જાય છે. અને ગુણવત્તા બગડી જાય છે. જેથી સમયસર પાણી આપવું.
👉સંદર્ભ :- Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!