AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પાકમાંથી પાછોતરો સુકારાનું થશે નિયંત્રણ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
પાકમાંથી પાછોતરો સુકારાનું થશે નિયંત્રણ
💥હાલના બદલાતા વાતાવરણ ને લીધે બટેટાના પાકમાં પાછોતરો સુકારાનો પશ્ન જોવા મળે છે. જે પાકમાં અત્યારે ખુબ ભારે નુકશાન કરે છે.તો ચાલો જાણીએ પાછોતરા સુકારાનું નુકશાન અને નિયંત્રણ વિશે. 💥આ રોગની શરૂઆતમાં ટોચના પાન, દાંડી, પ્રકાંડ ઉપર જાંબુડીયા કાળા રંગના ટપકાં જોવા મળે છે. ખૂબ ભેજવાળા હવામાનમાં રોગીષ્ટ પાનના ટપકાંની નીચેની સફેદ રંગની ફુગનો વિકાસ જોવા મળે છે. અનુકૂળ વાતાવરણમાં વ્યાપક પ્રમાણમાં રોગની ઉગ્રતા વધતા પાક દલાઈ ગયો તેમ દેખાય છે. પાકમાં તીવ્ર વાસ આવે છે. બટાકાના કંદ ઉપર પણ અસર પડે છે. 💥આ રોગના નિયંત્રણ માટે પનાકા એમ 45 (મેંન્કોઝેબ 75% ડબલ્યુપી) 45 ગ્રામ અથવા કૂપર 1 (કોપર ઓક્સીક્લોરાઈડ 50% ડબલ્યુજી) 50 ગ્રામ પ્રતિ પંપ સાથે છોડ ના સારા વૃદ્ધિ વિકાસ માટે પાવર ઝેલ 25 ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે મિશ્રણ કરીને છંટકાવ કરવો. 👉સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
14
0