AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પાકની કરશે સંપૂર્ણ સુરક્ષા
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
પાકની કરશે સંપૂર્ણ સુરક્ષા
🐞આપણા વિસ્તારમાં દાળિયાની બાર જાતિઓ નોંધાયેલ છે. જેમાં પીળા દાળિયા (મેનોચીલસ સેકસમે કયુલેટસ) અને લાલ દાળિયા (કોકસીનેલા સપ્ટેમકટાટા) સામાન્ય રીતે બધે જ જોવા મળે છે. 🐞પુખ્ત દાળિયા તથા તેની ઈયળ અવસ્થા પોચી શરીરવાળી જીવાતો જેવી કે, મોલોમશી, થ્રીપ્સ, લીલા તડતડીયાના બચ્ચાં, સફેદમાખી, ભીંગડાવાળી જીવાત, ચીકટો વગેરે ખાય છે. 🐞દાળિયા ઝુમખામાં પીળા રંગના ઈંડા મૂકે છે. 🐞તેની વિકસીત ઈયળ કાળાશ પડતા રંગની અને આગળના ભાગે બે ચિપિયા ધરાવે છે. 🐞આ ઉપરાંત કાયલોકોરસ નીગ્રીટસ નામના કાળા રંગના દાળિયા જે ખાસ કરીને શેરડી અને નાળિયેરીમાં નુકસાન કરતી ભીંગડાવાળી જીવાત પર નભે છે. 🐞આ કાળા દાળિયાના પુખ્ત જયારે ભક્ષણ ન મળે ત્યારે ખોરાક વગર ત્રણ થી ચાર મહિના સુધી જીવી શકે છે. ઘણીવાર વડલાના ઝાડ પર પાનની નીચે આશરો લે છે. 🐞પીળા કે લાલ દાળિયા પુખ્ત અને ઈયળ અવસ્થા દરમ્યાન આશરે પ૦૦ કે ૬૦૦ મોલોમશીને ખાય જાય છે. 🐞જયારે કાળા દાળિયા એક દિવસમાં ભીંગડાવાળી જીવાતના ૬૦૦ જેટલા નાના બચ્ચાંને ખાય છે. 👉સંદર્ભ : AgroStar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો સાથે શેર કરો!! ધન્યવાદ
17
0
અન્ય લેખો