AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજનામાં પશુપાલકોને મળશે લોન, જાણો વિગતો !
યોજના અને સબસીડીTV9 ગુજરાતી
પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજનામાં પશુપાલકોને મળશે લોન, જાણો વિગતો !
દેશમાં ખેડૂતોની આવકમાં વધારો થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ શરૂ કરવમાં આવી છે. કિસાન ક્રેડિટ યોજનાની જેમ હવે સરકારે પશુપાલકો માટે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ પશુપાલકોને લોન આપવામાં આવે છે, જેના દ્વારા તેઓ ગાય-ભેંસની ખરીદી કરે શકે છે. કિસાન ક્રેડિટ કાર્ડથી તો લગભગ ખેડૂતો અવગત હશે પણ હવે સરકારે પશુપાલકો માટે પણ એક યોજના બહાર પાડી છે. જેમાં ગાય અને ભેંસ પર બેંકમાંથી લોન અને સહાય મળશે. આ માટે ખેડૂત હોય કે ન હોય પરંતુ જો તમે પશુપાલન કરતા હોય અને બેંક એકાઉન્ટ હોય તો પણ તમને પશુ કિસાન ક્રેડિટ કાર્ડ મળશે. પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ પશુપાલક કે લોન લેનાર વ્યક્તિને 1.60 લાખ રૂપિયા સુધીની લોન ગેરન્ટી વગર મળશે. આ યોજનામાં 7 ટકાના વ્યાજ દર લોન આપવામાં આવશે. તેમાંથી 3 ટકા કેન્દ્ર સરકાર સબસીડી આપી રહી છે. જો તમે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ બનવવા ઈચ્છો છો તો સૌથી પહેલા તમારી બેન્કમાં KYC જમા કરવું પડશે. તેમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, વોટર આઈડી કાર્ડ, પાસપોર્ટ સાઈઝ ફોટો જમા કરવાનો રહેશે. ત્યારબાદ તમારે બેન્કથી એક ફોર્મ લઈને ભરવુ પડશે. તમારા દ્વારા આપેલી જાણકારીના વેરિફિકેશન થયાની બાદ તમારૂ પશુ કિસાન ક્રેડિટ કાર્ડ બની જશે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : TV9 ગુજરાતી, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
30
30
અન્ય લેખો