AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પશુ કિસાન ક્રેડિટ કાર્ડ ! મળશે 1 લાખ 60 હજાર રૂપિયાની લોન !_x000D_
કૃષિ વાર્તાજાગરણ
પશુ કિસાન ક્રેડિટ કાર્ડ ! મળશે 1 લાખ 60 હજાર રૂપિયાની લોન !_x000D_
પશુપાલનને પ્રોત્સાહન આપવા માટે સરકારે હવે પશુપાલન ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરી છે. તેની ખાસિયત એ છે કે પશુપાલકોને કોઈપણ ગેરંટી વિના 1 લાખ 60 હજાર રૂપિયાની લોન મળશે. જો કે, તે માટે લોન લેનાર ઇચ્છુક પશુપાલકે અગાઉ લોન લીધી ન હોવી જોઈએ. તેમને પશુપાલન વિભાગના અધિકારીઓના ચકાસણી પત્ર પર જ આ લોન મળશે. 1 લાખ 60 હજાર રૂપિયા સુધીની લોન લેતી વખતે, તેઓએ ફક્ત પશુપાલન અને ડેરી વિભાગના નાયબ નિયામકનો વેરિફાઇડ પત્ર આપવાનો રહેશે. આ પહેલાં, ખેડૂતને તેના પશુનો વીમો પણ લેવો પડશે. તેના માટે માત્ર 100 રૂપિયા ચુકવવા પડશે._x000D_ પશુ કિસાન ક્રેડિટ કાર્ડની ખાસિયત: _x000D_ પશુ કિસાન ક્રેડિટ કાર્ડ ધારક 1 લાખ 60 હજાર રૂપિયા કોઈ પણ બેંકમાંથી કઈ પણ ગીરવી રાખ્યા વગર લઈ શકે છે. જો તેનાથી એક રૂપિયો વધુ હશે તો કોલેટોરલ સિક્યુરિટીની જરૂર પડશે. તમામ બેન્કો તરફથી પશુ કિસાન ક્રેડિટ કાર્ડ ધારકોને વાર્ષિક સાત ટકાના સરળ વ્યાજ પર લોન આપવામાં આપશે. પશુ કિસાન ક્રેડિટકાર્ડ ધારક વાર્ષિક સરળ વ્યાજના 12 ટકાના દરે ત્રણ લાખથી વધુ બાકીની લોન લઈ શકે છે. પશુ પાલક દ્વારા લેવામાં આવતી લોનની રકમ સમય-સમય પર જરૂરિયાત મુજબ લઈ શકાય છે અને તેની સુવિધા મુજબ જમા કરાવી શકાય છે. અને ખાસ કેટલીક ઝડપી ચુકવણી મુજબ વ્યાજમાં રાહત પણ મળે છે. _x000D_ પશુ કિસાન ક્રેડિટ કાર્ડ મેળવવા માટે જરૂરી દસ્તાવેજો:_x000D_ • બેંક અરજી ફોર્મ_x000D_ • પૂર્વધારણા કરાર_x000D_ • કેવાયસી ઓળખ માટે મતદાર કાર્ડ,આધારકાર્ડ,પાનકાર્ડ વગેરે._x000D_ • અન્ય દસ્તાવેજો બેંકની જરૂરિયાત મુજબ _x000D_ સંદર્ભ : જાગરણ_x000D_ આપેલ કૃષિ સમાચાર ને લાઈક કરો અને અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો._x000D_ _x000D_
233
16
અન્ય લેખો