AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પશુ કિસાન ક્રેડિટ કાર્ડથી મળશે 1.60 લાખની લોન !
પશુપાલનVTV ન્યૂઝ
પશુ કિસાન ક્રેડિટ કાર્ડથી મળશે 1.60 લાખની લોન !
👉પશુ કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર વધુમાં વધુ 1.60 લાખની લોન કોઈપણ જાતની ગેરન્ટી વગર મળે છે. પશુકિસાન ક્રેડિટ કાર્ડ ઉપર બેંક 7 ટકા જેટલું વાર્ષિક વ્યાજ વસૂલે છે. જો સમયસર વ્યાજની ચુકવણી થઈ જશે તો રૂાય 3 લાખથી વધુની લોન ઉપર સરકાર દ્વારા 3 ટકા વ્યાજની ગ્રાન્ટ આપવામાં આવશે. આ પશુકિસાન ક્રેડિટ કાર્ડ દરેક બેંક ATMમાં અને નોંધાયેલા એકમોમાં ખરીદી કરવામાં ચાલશે. કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવા માટે જરૂરી દસ્તાવેજ 👉 બેંક એકાઉન્ટ 👉 બેંકમાંથી આવેદન ફોર્મ 👉 હાઈપોથિકેશન કરાર 👉 કેવાયસી ઓળખ માટે મતદાર કાર્ડ, આધાર કાર્ડ, પાનકાર્ડ વગેરે 👉 બેંક માંગે તે દસ્તાવેજ કેટલી મળી શકે છે લોન 👉 ગાય માટે વર્ષે 40, 783 👉 ભેંસ માટે વર્ષે 60,249 👉ઘેટા-બકરા માટે વર્ષે 4063 👉 સુવર માટે વર્ષે 16,337 કોણ છે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ માટે એલિજેબલ 👉મત્સઉદ્યોગ જે મત્સઉદ્યોગ સાથે સંકળાયેલા હોય તે તમામ ખેડૂતો. જે એકલા અથવા તો પાર્ટનરશીપમાં ફીશરીંગનો વ્યવસાય કરતાં હોય. મહિલા ગૃપ, ખેડૂતોના ગૃપ સાથે મળીને પણ તળાવ, ટેંકમાં ફિશરીંગનો વ્યવસાય કરા હોય તે તમામ આ યોજનાનો લાભ મેળવી શકે. જો કે તેમની પાસે ફિશરીંગને લગતું લાયસન્સ હોવું ફરજિયાત છે. અન્ય પશુપાલકો 👉 ઘેટા, બકરાં, સુવર, સસલાં, પક્ષી સિવાયના પશુ-પક્ષીનું પાલન કરનાર દરેક પશુ કિસાન ક્રેડિટ કાર્ડ માટે એલિજેબલ છે. ફક્ત આ માટે પશુપાલન માટે નાનો શેડ કે જગ્યા હોવી જોઈએ જે ભાડેથી કે પછી પોતાની હોઈ શકે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : VTV ન્યૂઝ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
68
17