AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પશુ આહારમા ચોસલાની ઉપયોગીતા
પશુપાલનએગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ
પશુ આહારમા ચોસલાની ઉપયોગીતા
Ø પશુઆહારમા વપરાતા સૂકાચારા જેવા કે, કડબ, પરાળ, ઘઉંનુ પરાળ, ઝાડના સૂકેલા પાન, શેરડીના કુચા, સૂકુ ઘાસ, વગેરે કે જેમા પ્રોટીનનુ પ્રમાણ ઘણુ ઓછુ હોય છે, તેમજ પાચ્ય પ્રોટીનનુ પ્રમાણ ખુબ જ નહિવત હોય છે, આવા ચારા જોકે પશુને ખુબ ઓછી માત્રામા જ ભાવે છે. Ø પરંતુ જ્યારે અત્યારની આવનારી મોસમમા લીલો ચારો પુરતા પ્રમાણમા ના મળે તેમ હોય અને આવા સૂકા ચારા એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવવા મુશ્કેલ તેમજ મોંઘા પડે તેમ હોય, ત્યારે સૂકાચારામા અન્ય થોડા પદાર્થો ઉમેરીને પશુઆહાર પશુને ચોસલાના રૂપમા આપી શકાય. Ø સૂકાચારાનો મહતમ આર્થિક અને પોષણશ્રમ ઉપયોગ કરવા માટે તેની સાથે થોડા પ્રમાણમા ખાણ-દાણ, ગોળની રસી, મીઠું, મિનરલ મિશ્રણ તેમજ યુરિયા વગેરે યોગ્ય માત્રામા ઉમેરી, ચોસલા બનાવી ઓછી જગ્યામા સંગ્રહ કરી શકાય છે. Ø પશુઆહારમા ચોસલાના ઉપયોગ પ્રમાણે પુખ્ત વયના પશુના નિભાવ માટે પાંચ કિલોગ્રામનુ એક એવા બે ચોસલાની જરૂરિયાત રહે છે. આવુ ચોસલા બનાવવાનુ મશીન આપણા રાજ્યની વિવિધ ક્રૃષિ યુનિવર્સિટીઓ દ્વારા વિકસાવવામા આવેલ છે.
Ø જો મશીન ના હોય, તો પરાળ, કડબ, મોલાસીસ(ગોળની રસી), મીઠું, યુરિયા અને મિનરલ મિશ્રણ પ્રમાણસર ભેળવી, તેનુ બરાબર મિશ્રણ કરી, આ મિશ્રણ પણ પશુને ખવડાવી શકાય છે. નોંધ: ફોટો ફક્ત જાણ માટે છે. સંદર્ભ : એગ્રોસ્ટાર પશુ વિશેષજ્ઞ જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તેને લાઈક કરો અને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
650
0
અન્ય લેખો