પશુપાલનએગ્રોવન
પશુમાં પગના ખરીના રોગ માટેના પગલાં
મુખ્યત્વે પશુઓમાં ખરીના ચેપી રોગો જોવા મળે છે. આ રોગ પશુના દૂધ ઉત્પાદન પર અસર કરે છે. રહેઠાણમાં કળણ અને અસ્વચ્છતાને કારણે રોગો થાય છે.
પગલાં- • પશુના પગની ખરી શુષ્ક અને સ્વચ્છ રાખવી જોઈએ. • રહેઠાણમાં મૂત્ર અને છાણ સમયસર સાફ થવા જોઈએ. પાણીને રહેઠાણમાં જમા થવા દેવું નહીં. ખરાબ પાણી નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ. • જો રહેઠાણમાં વહેરનું બેડિંગ તૈયાર કરવામાં આવે છે, તો પશુઓ પેશાબ અને છાણ સાથે સંપર્કમાં આવતા નથી. પગના ખરીની સફાઈ વહેરના સ્તરને લીધે આપમેળે થાય છે • રહેઠાણમાં સફાઈની સાથે, જો પગના ખરી અને રહેઠાણને નિયમિતપણે જીવાણુંરહીત કરવામાં આવે, તો ખરીનો રોગ ઓછો કરી શકાય છે. • ખરીના રોગો અટકાવવા પગની સફાઈ ખૂબ ફાયદાકારક છે. • પગના ખરીની તંદુરસ્તી માટે સમયસર ખરી કાપવી જોઈએ. ખરીની અસમાન વૃદ્ધિને લીધે, પ્રાણીઓને પગ પર શરીર સંતુલિત કરવું મુશ્કેલ લાગે છે. તેથી તેઓ ખરીના રોગ સામે શરૂઆતથી જ સંવેદનશીલ બને છે. • જો કોઇ ગાય, પ્રાણી લંગડાતું ચાલી રહયું હોય, તો પશુ ચિકિત્સકની સલાહ મુજબ સારવાર કરવી જોઈએ. સંદર્ભ- એગ્રોવન ડિસેમ્બર 17
46
0
અન્ય લેખો