યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
પશુપાલન માટે સરકાર આપશે લાખો રૂપિયા!
🐃ખેડૂતો અને પશુપાલકો માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલી કરવામાં આવી છે. જેના માધ્યમ દ્વારા તેમને આર્થિક સહાય આપીને તેમને સહાય પુરી પાડવામાં આવે છે. આવી જ એક સરકારી યોજનાની આ આર્ટિકલમાં વાત કરવામાં આવી છે.આ યોજનામાં સરકાર પશુપાલન માટે આપી રહી છે લાખો રૂપિયા....જાણો વિગતવાર...
🐃સરકાર દ્વારા હાલમાં ખેડૂતોને પોતાના ઘરે પશુઓનો તબેલો બનાવવા માટે લોન આપવામાં આવે છે. સરકાર દ્વારા ખેડૂતોને આ માટે રૂપિયા ૧૨ લાખ સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે. જેથી ખેડૂતોના પશુપાલનમાં વિકાસ થાય અને તેમનું જીવન ઉજવળ બને. આ યોજના ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તમામ પશુપાલકો અને તેની સાથે સંકળાયેલ વ્યવસાય કરનારને આપવામાં આવે છે તેઓ આ યોજનાનો લાભ લઇ શકે છે.
યોજનાનો લાભ મેળવવા કયા ડોક્યુમેન્ટની પડશે જરૂર?
🐃લાભાર્થી નું આધારકાર્ડ
🐃પાનકાર્ડ
🐃જમીનના દસ્તાવેજ
🐃જે તે પશુની માલિકીનું પ્રમાણપત્ર
🐃લાભાર્થી નાગરિકનો પાસપોર્ટ સાઈઝ ફોટો
યોજનાનો લાભ લેવા કઈ રીતે કરવી અરજી?
🐃આ યોજનાનો ઓફલાઈન માધ્યમમાં લાભ લેવા અરજી કરવા નીચેની માહિતી જરૂરી છે.
🐃તમારા જિલ્લાના કૃષિ વિભાગ કચેરીમાં જાઓ.
🐃ત્યાં જઈ ત્યાંના કૃષિ વિભાગ કચેરીના અધિકારી નો સંપર્ક કરો.
કોને મળી શકે છે આ યોજનાનો લાભ?
🐃આ લોન માટે લાભ લેનાર વ્યક્તિ ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ.
🐃લાભાર્થી પાસે તેના તબેલામાં કે જગ્યાએ 10 કરતા વધારે પશુઓ હોવા જોઈએ.
🐃આ યોજનાનો લાભ લેવા માટે પશુપાલકો પાસે પોતાના પશુઓ માટે તબેલો હોવો ફરજિયાત છે.
🐃જે ખેડૂતો કે પશુપાલકોને તેમના પશુઓને રાખવા માટે તબેલો હશે નહીં તેવો આ યોજનાનો લાભ લઇ શકે નહીં.
👍 સંદર્ભ :- Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!