AgroStar
પશુપાલકો માટે મહત્વના સમાચાર, સરકાર કરી શકે છે મહત્વની જાહેરાત !!
પશુપાલનએગ્રોસ્ટાર
પશુપાલકો માટે મહત્વના સમાચાર, સરકાર કરી શકે છે મહત્વની જાહેરાત !!
🐮 પશુપાલકો માટે રાજ્ય સરકાર ટૂંક સમયમાં મહત્વનો નિર્ણય લઇ શકે છે. જેમાં સિમમાં આવેલા વાડાને માલિકી હક મળશે. 1968 પહેલાના નોંધાયેલા વાડાને માલિકી હક આપવામાં આવશે. આ અંગે સરકાર ટૂંક સમયમાં મોટી જાહેરાત કરશે. 🐮 2017માં ગામતળમાં આવેલ વાડાને માલિકી હક અપાયો હતો. 1968 પહેલાં મામલતદારે કરેલી નોંધણીના આધારે વાડાનો માલિકી હક મળશે. 2017માં સરકારે ગ્રામતળમાં આવેલ 200 ચો.મી વાડાને માલિકી હક આપ્યો હતો. છેલ્લાં કેટલાંય વર્ષોથી માલધારી અને પશુપાલકોની આ માંગ હતી. જેથી રાજ્ય સરકાર ટૂંક સમયમાં આ મુદ્દે મોટી જાહેરાત કરશે. 🐮 તાજેતરમાં જ સુરત જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. જેમાં સુમુલ દ્વારા દૂધના ખરીદ ભાવમાં વધારો કરાયો છે. દૂધ ઉત્પાદકોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે આ નિર્ણય લેવાયો છે. સુમુલ દ્વારા દૂધમાં પ્રતિકિલો ફેટમાં 10 રૂપિયાનો વધારો કર્યો છે. સંદર્ભ : એગ્રોસ્ટાર. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
20
5
અન્ય લેખો