પશુપાલનએગ્રોસ્ટાર
પશુ🐄નું સ્વાસ્થ્ય રહેશે સારું
પશુપાલનનો🐄વ્યવસાય દિપી ઉઠે એટલા માટે યોગ્ય રહેઠાણમાં પશુનુ સ્વાસ્થ્ય સારું રહે, કુદરતી પરિબળો સામે રક્ષણ મળે, પશુ યોગ્ય પ્રમાણમાં ખોરાક ખાઈ શકે, સારી રીતે માવજત થઈ શકે, જેથી પશુઓ પાસેથી વધુ દૂધ ઉત્પાદન લઈ શકાય. આમ વધુ દૂધ આપતાં પશુઓને માટે યોગ્ય રહેઠાણ ઘણું અનિવાર્ય છે.પશુ રહેઠાણ માટે સ્થળની પસંદગી માટે નીચેના મુદ્દા ધ્યાનમાં લેવા જોઈએ.
👉ઉચાણવાળી, સુકી અને સારી સમતલ તેમ જ યોગ્ય ઢાળવાળી જગ્યા પસંદ કરવી જોઈએ,જેથી વરસાદનું પાણી અને અન્ય ગંદુ પાણી સરળતાથી વહી જાય.
👉રસ્તાની નજીક પણ મુખ્ય માર્ગથી થોડે દૂર હોવું જોઈએ.
👉પાણી અને વીજળી પુરવઠો પુરતા પ્રમાણમાં નિયમિત મળતો હોવો જોઈએ.
👉વૃક્ષો હોય તેવી જગ્યા અથવા ન હોય તો શેડથી ચાર મીટર દૂર વૃક્ષો ઉછેરવા તેમ જ રહેઠાણની ચારે બાજુ લીમડા, નીલગીરી કે શરૂ જેવા વૃક્ષોની હાર કરવી, જેથી વાતાવરણ ઠંડકવાળું રહે.
👉લંબાઈ પૂર્વ-પશ્ચિમ રાખવી, પરંતુ દરિયાકાઠે પવનની દિશામાં શેડની લંબાઈ રાખવી.
👉આ રહેઠાણમાં દરેક પુખ્ત પશુ માટે ભોયતળિયાની જગ્યાની સરેરાશ લંબાઈ 1.5થી 1.7 મીટર અને પહોળાઈ 1.0 થી 1.2 મીટર રાખવામાં આવે છે. જાનવરો-પશુઓને કોઢમાં સરેરાશ માઠાદીઠ 4.0 ચો.મી. જગ્યા આપવી જોઈએ. જેથી તેમને હલનચલનમાં બેસવા ઉઠવામાં તકલીફ પડે નહીં. ખાસ કરીને ભેંસોમાં ત્રાંસી બેસવાની ટેવ હોય છે. કોઢ(તબેલા)ના છાપરાની ઉંચાઈ મોભ આગળ 2.7 થી 3.0 મીટર અને નેવા આગળ 2 થી 2.3 મીટર રાખવા યોગ્ય છે.
👉પશુઓના રહેઠાણનું ભોયતળિયું જે તે સ્થળના વરસાદના પ્રમાણ પ્રમાણે સામાન્ય રીતે આજુબાજુની જમીન કરતા 15 થી 45 સે.મી. ઉંચુ રાખવું જોઈએ. ભોયતળિયાને ગમાણથી દૂર 40 ઈંચ એક ઈંચનો ઢાળ આપવો જેથી આંચળ બગડવાના પ્રશ્નો ઓછા થાય છે અને જાનવર સારી રીતે વાગોળી અને ખોરાક પચાવી શકે છે.
👉સંદર્ભ : Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!