AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પશુઓ માટે ઇમર્જન્સી સ્થિતિ માં અપનાવો સરળ ઉપાય !
પશુપાલનAgrostar
પશુઓ માટે ઇમર્જન્સી સ્થિતિ માં અપનાવો સરળ ઉપાય !
પશુઓ બેભાન થઈ જવા : મોટાભાગના પશુઓ બેભાન થવા પાછળનું કારણ પાણીમાં ડુંબવા, માથા પર ઈજા,શ્વાસ રુંધાવો કે વીજળીનો કરંટ લાગવા જેવી સ્થિતિ જવાબદાર હોય છે. પશુ બેભાન થાય તો તે સ્થિતિમાં પશુના માથા પર ઠંડાપાણીના પોતા રાખવા જોઈએ જો પશુને કરંટ લાગે તો પગ અને છાતીમાં માલીશ કરવું જોઈએ. તેને લીધે પશુને ગરમી મળે છે. થોડા સમય બાદ પશુને મીંઠા અને ગોળનું પાણી આપવું જોઈએ. પશુઓના શરીર પર ઘા લાગે ત્યારે : ઘણી વખત પશુ ઈજાગ્રસ્ત થવાથી શરીર પર ઘા લાગે છે. તે બે પ્રકારના હોય છે. પહેલી સ્થિતિમાં ચામડી ફાટી જાય છે, તો બીજી સ્થિતિમાં ચામડી ફાટતી નથી. જો પશુઓની ચામડી ફાટી જાય તો તે જગ્યાએ સોજો કે લોહી જમા થઈ જાય છે. આ સંજોગોમાં પશુપાલક બરફ કે ઠંડા પાણીથી ઈજાના ભાગ ઉપર સફાઈ કરે. તેનાથી પશુઓને ચેપ નહી લાગે. જો ઈજાનો ભાગ ખુલી ગયો હોય તો તેના પર એન્ટીસેપ્ટીક ક્રીમ લગાવી શકો છો. આ ઉપરાંત રક્તસ્ત્રાવ થતો હોય ત્યાં ટિંચર બેન્ઝોઈનનો ઉપયોગ કરી શકાય છે. પશુઓના કોઈ અંગનું હાંડકુ તુટી જાય (ફ્રેક્ચર થાય) : જો પશુઓ ખાડામાં પડી જાય કે ઉંચી જગ્યાએથી પડી જાય તો મોટાભાગે તેમના પગના હાંડકા તૂટી જાય છે કે ફ્રેક્ચર થઈ જાય છે. આ સંજોગોમાં તૂટી ગયેલા હાંડકાને વાંસના ટૂકડાથી બાંધી દેવો જોઈએ. જો વાંસ ન હોય તો પશુપાલક ઝાડની મજબૂત ડાળીનો પણ ઉપયોગ કરી શકે છે. અત્રે એ વાત નોંધનીય છે કે પશુઓના હાંડકા બે રીતે તૂટે છે. પહેલી સ્થિતિમાં હાંડકુ ચામડીની અંદર રહી જાય છે, તો બીજી સ્થિતિમાં હાંડકુ બહાર નિકળી જાય છે. પશુપાલકે ધ્યાન આપવું જોઈએ કે પશુઓના હાંડકા બહાર નિકળી જવાના સંજોગોમાં જોખમ વધી જાય છે.
સંદર્ભ : Agrostar. આપેલ પશુપાલન માહિતી ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય મિત્રો ને શેર કરો.
21
0