પશુપાલનAgrostar
પશુઓમા દૂધ અને દૂધમાં ફેટ ટકા કેવી રીતે વધારશો…
આપણા પશુપાલક મિત્રોના વળતરનો મુખ્ય આધાર દૂધ ઉત્પાદન અને ફેટના ટકા ઉપર હોય છે. પશુઓમા દૂધ ઉત્પાદન અને ફેટના ટકા ગાય-ભેસના જનીનીક બંધારણ પર આધારિત હોય છે. આપણે આ જનીનીક બંધારણ ક્ષમતાથી પર જઇને વધારે દૂધ કે ફેટ ટકા મેળવી ના શકીએ. પરંતુ આપણા પશુપાલકો આપણા પશુઓ પાસેથી તેમની ક્ષમતા અનુસારનુ દૂધ ઉત્પાદન પણ મેળવી શકતા નથી. આ માટેનુ મુખ્ય પ્રાથમિક કારણ કુપોષણ છે અને આ ઉપરાંત અન્ય બાબતો પણ જવાબદાર હોય છે.