AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પશુઓમાં લમ્પિ સ્કિન રોગ ના કેસો મળતા ગુજરાતના પશુપાલકોમાં ફફડાટ !
પશુપાલનGSTV
પશુઓમાં લમ્પિ સ્કિન રોગ ના કેસો મળતા ગુજરાતના પશુપાલકોમાં ફફડાટ !
મનુષ્યની જેમ પ્રાણીઓમાં પણ રોગ ફેલાય છે અને સમયસર તેના પર ધ્યાન આપવુ ખૂબ જ જરૂરી છે. જેમ મનુષ્યમાં કોઈ રોગ ફેલાય અને સમયસર તેના પર ધ્યાન આપવામાં ન આવે તો તે ઘાતક બને છે, એવી જ રીતે પશુમાં પણ હોય છે. હાલમાં ગાય અને ભેંસમાં એક વિચિત્ર રોગ ફેલાયો છે, જોકે ગુજરાતમાં ગાયોમાં આ રોગ વધુ જોવા મળી રહ્યો છે. આ રોગના કારણે પશુપાલકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. આ એક ચામડીનો રોગ છે અને તે પણ કોરોના વાઇરસની જેમ ચેપી રોગ છે. આ રોગનું નામ છે લમ્પી સ્કીન ડિસીસ. શરૂઆતમાં તબક્કામાં પશુઓને તાવ આવે છે, ચામડી ઉપર ગુમડા જોવા મળે છે. ત્યારબાદ ધીમે-ધીમે ચામડીમાં કાણા પડવા લાગે છે. જો સમયસર સારવારા કરવામાં ન આવે તો આ કાણા મોટા થતા જાય છે અને જીવલેણ સાબિત થાય છે. કાણામાંથી લોહી નિકળવાનું શરૂ થાય છે. શરૂઆતના તબક્કામાં તેને જાણી સારવાર કરવામાં આવે તો આ રોગને આગળ વધતા અટકાવી શકાય છે. કેવી રીતે ફેલાય છે LSD ચામડીમાં જ્યારે કાણા પડે છે, ત્યારે તેમા માખી અને મચ્છર બેસે છે અને તે ત્યાંથી ઉડી અન્ય ગાયો પર જઇને બેસે છે. આવી રીતે આ રોગનું સંક્રમણ અન્યમાં ફેલાય છે. ઉપરાંત દૂષિત પાણી અને ખોરાક દ્વારા પણ ફેલાય છે. કોઈ સારવાર ઉપલબ્ધ નથી નિષ્ણાંતો મુજબ હાલ આ રોગની કોઈ સારવાર ઉપલબ્ધ નથી. હાલમાં તેની સારવાર લક્ષણો જોઇને કરવામાં આવી રહી છે. જેમ કે તાવ હોય તો તાવની દવા આપી દેવાય છે, કોઇ જગ્યાએ ઘા પડ્યા હોય તો ડ્રેસિંગ કરી દેવામાં આવે છે. નિષ્ણાંતો મુજબ કડવો લિમડો, એલોવેરા, તુલસી, હળદર અને લસણનો લેપ પશુને લગાવી શકાય છે, તેનાથી થોડા સમય માટે તેને આરામ મળે છે. જોકે આ પ્રકારના કેસોમાં તબીબની જરૂર અવશ્ય પડે છે. ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન મુજબ 10 ટકા પશુઓ આ રોગના કારણે મોતને ભેટે છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : GSTV. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
17
10