પશુપાલનલાઈવસ્ટોક પ્રોડકશન મેનેજમેન્ટ વિભાગ: જૂનાગઢ
પશુઓમાં જોવા મળતા સામાન્ય રોગ અને તેનો પ્રાથમીક ઘરગથ્થુ ઉપચાર
પશુસંવર્ધન અને પશુઆહારનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ પશુ સ્વાસ્થ્યનું છે. પશુપાલક રોગ અને નિદાન અંગે થોડું જ્ઞાન ધરાવતા હશે તો તે જરૂરી પ્રાથમીક સારવાર જાતે કરી રોગને આગળ વધતો અટકાવી શકશે. તેને ધ્યાનમાં રાખી અહીં પશુ સારવાર માટેની કેટલીક પ્રાથમીક માહિતી તથા ઘરગથ્થુ ઉપચાર સુચવેલ છે. આફરોઃ સામાન્ય રીતે આ રોગ અમુક પ્રકારનો લીલોચારો પશુ વધુ ખાય જાય ત્યારે જોવા મળે છે. ઉપરાંત આ રોગ ચોમાસા અને શિયાળા માં વધુ જોવા મળે છે. આ રોગમાં પશુના પેટમાં ગેસ ભરાવાથી તેનું ડાબુ પડખું ફુલેલું લાગે છે તથા પશુ બેચેની અનુભવે છે. ઉપાય • પશુને 50 મિલી ટર્પેન્ટાઈન તેલ 500 મિલી ખાવાના તેલ સાથે પીવડાવો. • હીંગ તથા લાલ મરચાનો પાઉડર છાસમાં ભેળવી પશુને આપવાથી આફરામાં રાહત થશે. • નસકોરા પર કેરોસીનનો છંટકાવ કરવામાં આવે તો પણ તરત રાહત જણાશે. • ઉગ્ર કિસ્સામાં જયારે પશુના જાન નું જોખમ હોય ત્યારે ડાબા પડખા પર જે ત્રીકોણ ભાગ આવેલ છે ત્યાં ચીરો મુકી ગેસ કાઢવો.( આ કાર્ય સાવધાની પૂર્વક કરવું જોઈએ, પુરી માહિતી ના હોય તો કરવું નહીં) કબજીયાત અમુક કિસ્સામાં પશુ ખોરાકનું સારી રીતે પાચન કરી શકતું નથી ખોરાક આંતરડામાંથી આગળ ન જવાને કારણે પશુ ઝાડો કરી શકતું નથી. ઉપાયઃ • 250 ગ્રામ વિલાયતી મીઠું(મેગ્નેશીયમ સલ્ફેટ)પાણીમાં ઓગાળી તાત્કાલીક પશુને આપવું. • ખાવાનું તેલ ૧ લીટર અથવા એરંડીયુ તેલ 350 મિલી નાળ દ્વારા પશુને પીવડાવવાથી રાહત થાય છે. • તાજા નવજાત બચ્ચાને બંધકોષ કે ઝાડો બંઘ થવાનો પ્રશ્ન જણાય તો તાજી મોળી છાસમાં સંચળ નાખી પીવડાવવું. સંદર્ભ: લાઈવસ્ટોક પ્રોડકશન મેનેજમેન્ટ વિભાગ: જૂનાગઢ
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
657
0
સંબંધિત લેખ