AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પશુઓને ઘાસચારાની સાથે મીઠું ખવડાવવું કેમ છે જરૂરી !!
પશુપાલનએગ્રોસ્ટાર
પશુઓને ઘાસચારાની સાથે મીઠું ખવડાવવું કેમ છે જરૂરી !!
🐂પશુઓનું આરોગ્ય અને દૂધ ઉત્પાદન સંપૂર્ણપણે પશુ આહાર અને સંતુલિત આહાર પર આધારિત છે. પ્રાણી નિષ્ણાતોના મતે માણસોની જેમ જ પ્રાણીઓના સ્વાસ્થ્યને સુધારવામાં મીઠું મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જેમ મીઠાના અભાવથી માનવ સ્વાસ્થ્ય પર અસર થાય છે, તેવી જ રીતે મીઠું ન ખાવાથી પ્રાણીઓનું સ્વાસ્થ્ય પણ બગડવા લાગે છે. 👉સંશોધન મુજબ, એક ગાય અથવા ભેંસના સ્વાસ્થ્ય અને દૂધ ઉત્પાદન માટે એક દિવસમાં લગભગ ૧૩ ગ્રામ સામાન્ય મીઠું જરૂરી છે, તેથી પશુઓને ચારા સાથે સંતુલિત આહાર અને યોગ્ય માત્રામાં મીઠું આપવું જોઈએ. 👉પશુ આહારમાં મીઠાના ફાયદા :- દૂધાળા પશુઓને મીઠું ખવડાવવાની પ્રથા વર્ષોથી ચાલી આવે છે, તેનાથી પશુઓના હાડકાં અને સ્નાયુઓ તો મજબૂત થાય છે, પરંતુ દૂધ આપવાની ક્ષમતા પણ વિકસિત થાય છે.પશુ આહાર સાથે મીઠું ખવડાવવાથી પશુઓમાં પાચનક્રિયા સુધરે છે અને પશુઓની ભૂખ પણ વધે છે.મીઠાના સેવનથી લાળ નીકળે છે, જે આહારને પચાવવામાં મદદરૂપ થાય છે.પશુચિકિત્સકો દૂધની ઉણપવાળા પ્રાણીઓને મીઠાનું દ્રાવણ આપવા અથવા પશુ આહારમાં મીઠું ઉમેરીને ખવડાવવાની સલાહ આપે છે. આનાથી પશુઓમાં પેશાબ સંબંધી રોગોની સમસ્યા તો ઓછી થાય છે, પરંતુ પ્રાણીઓને ગભરાટ, ગરમી અને ચેપ જેવી સમસ્યાઓમાં પણ રાહત મળે છે. 👉મીઠાની ઉણપના લક્ષણો :- જાનવરોમાં મીઠાની અછતને કારણે પશુઓની ભૂખ ઓછી થાય છે અને પશુઓ નબળા પડવા લાગે છે. મીઠાની અછતને કારણે પશુઓ ઊર્જા ગુમાવે છે, તેમના શરીરનું વજન ઘટે છે અને દૂધ આપવાની ક્ષમતા પર પણ અસર થાય છે. જો ખોરાક કે ઘાસચારામાં મીઠું ન હોય તો જમીન પર પડેલાં કપડાં, લાકડું અને મળમૂત્ર વગેરે પ્રાણીઓને ખાતા અને ચાટતા જોઈ શકાય છે. સંદર્ભ : એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
38
4
અન્ય લેખો