હવામાન ની જાણકારીએગ્રોસ્ટાર
પરેશ ગોસ્વામીએ કરી ઠંડી જામવાની આગાહી
🌥️પરેશ ગોસ્વામીએ નવા વર્ષે કરેલી આગાહીમાં જણાવ્યું કે અગાઉ જણાવ્યું હતું કે, આ વર્ષે શિયાળો 20-22 દિવસ મોડો છે. ભૂતકાળમાં તેમણે શિયાળો 20 નવેમ્બરની આસપાસ શરુ થશે તેવું અનુમાન કર્યું હોવાનું પણ જણાવ્યું છે. એટલે કે હવે અઠવાડિયાની અંદર ઠંડીનો ચમકારો અનુભવાશે. તેઓ કહે છે કે પવનો વારંવાર દિશા બદલી રહ્યા હતા, પરંતુ હવે મોટાભાગે પવનો ઉત્તર અને ઉત્તરપૂર્વના વિસ્તારોમાં સેટ થઈ રહ્યા છે. જેના કારણે તાપમાન હવે નીચું આવશે. જોકે, પાછલા દિવસોમાં રાત્રે તાપમાન નીચું જતું હતું અને સવારના સમયે ગરમી અનુભવાઈ રહી હતી.
🌥️પવનની ગતિ 8થી 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂકાઈ શકે છે. પરંતુ ઉત્તરપૂર્વના પવનોના કારણે તાપમાન જે છે તે નીચું આવશે. આ સાથે રાત્રે જે ઠંડીનું પ્રમાણ છે તેમાં થોડો-થોડો વધારો થતો રહેશે. રાત્રીના સમયે ઠંડીનું પ્રમાણ હવે વધતું જશે. આમ 20 નવેમ્બર આવતા-આવતા ઠંડીની શરુઆત થઈ ગઈ હોય તેવો અહેસાસ ચોક્કસથી થશે.
🌥️ઠંડીનું પ્રમાણ વધવાની સંભાવના પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે અને જે સવારના સમયે તાપમાન વધવાના કારણે ઉકળાટ અનુભવાતો હતો તેનો પણ અંત આવી જશે તેવી સંભાવના પરેશ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે તેમણે શિયાળાની શરુઆતની સાથે માવઠાની પણ સંભાવનાઓ વ્યક્ત કરી છે.
🌥️માવઠા અંગે માહિતી આપતા પરેશ ગોસ્વામી જણાવે છે કે, 21થી 25 નવેમ્બર દરમિયાન રાજ્યના અમુક ભાગોમાં છૂટાછવાયા માવઠા થવાની શક્યતાઓ છે.
👍 સંદર્ભ :- Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!