ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
કૃષિ વાર્તાએગ્રોવન
પરવાનગી વગર દેશમાં ગેરકાયદેસર બીટી રીંગણ !
નવી દિલ્હી: દેશમાં જીએમ જાતના ખાદ્ય પાકો માન્ય નથી. પણ બીટી રીંગણ હરિયાણા રાજ્યમાં ખેતરમાં ઉગાડવામાં આવેલા જોવા મળ્યાં. કેન્દ્રીય લેબોરેટરીમાં પરીક્ષણ ચલાવવામાં આવતા, તે સાબિત થયું હતું કે આ ખેડૂતોના ખેતરમાં જીવાત નિયત્રણ માટે જનીન એન્જીન્યરીંગ પદ્ધતિથી રીંગણના પાકમાં ‘બેક્ટેરીયલ પ્રોટીન’ ઉમેરવામાં આવે છે. જીએમ મુક્ત ઇન્ડીયાના કાર્યકર્તાઓ દ્વારા આ હકીકત જનીન એન્જીનીયરીંગ માન્યતા સમિતિ અને હરિયાણાના રાજ્ય સરકારના ધ્યાનમાં આવી હતી. હરિયાણામાં જીએમ રીંગણની ખેતી ગેરકાયદેસર છે. તે પર્યાવરણ સંરક્ષણ કાયદાનું ઉલ્લંઘન છે. હરિયાણાની રાજ્ય સરકારે જીએમ-ફ્રી ઇન્ડિયા સંસ્થાને આશ્વાસન આપ્યું કે તેઓ આ બાબત અંગે ચકાસણી કરશે અને યોગ્ય પગલાં લેશે.
હરિયાણા રાજ્યમાં ખેડૂતો જેમણે જીએમ રીંગણની વાવણી કરી છે તે મધ્યસ્થ વ્યક્તિ દ્વારા ખરીદયા હતા. તેથી, જીએમ-ફ્રી ઇન્ડિયા સંસ્થાએ સંભાવના કરી છે કે કોઈ મોટા કૌભાંડ હોઈ શકે છે . સંદર્ભ – એગ્રોવન 13 મે 2019. જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
49
0
સંબંધિત લેખ