ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
પપૈયામાં આવતા મિલીબગનું સંકલિત વ્યવસ્થાપન
પપૈયામાં ચીકટાનો વિસ્ફોટજનક ઉપદ્રવ સૌ પહેલા તામિલનાડુ રાજયનાં કોઈમ્બતુરમાં ૨૦૦૮માં જોવા મળેલ. ત્યારબાદ તેનો ફેલાવો કેરાલા, કર્ણાટક, ત્રિપુરા અને મહારાષ્ટ્રમાં થયેલ. આ જીવાતના બચ્ચાં અને પુખ્ત પાન, થડ અને ફળો ઉપર રહી રસ ચૂસે છે. વધુ પડતા ઉપદ્રવથી પાન ખરી પડે છે તથા ફ્ળો ખાવા લાયક રહેતા નથી. આ જીવાતથી લગભગ ૬૦ થી ૮૦ ટકા જેટલું વાડીમાં નુકસાન થાય છે.
સંકલિત વ્યવસ્થાપન: • આ જીવાતનું નિયમિત સર્વેક્ષણ કરતાં રહેવું. • નુકસાન પામેલ પાન, ફળોને વીણીને નાશ કરવો. • પપૈયાની વાડીમાં સ્વચ્છતા રાખવી. • વાડીમાં વારંવાર ખેડ કરી જમીન ઉનાળામાં તપવા દેવી. • નિયમિત નિંદામણ કરવું અને ચીકટોને આશ્રય આપતા નિંદામણોનો નાશ કરવો. • પરભક્ષી ડાળીયા વાડીમાં આ જીવાતનું ભક્ષણ કરતા હોઈ રાસાયણિક દવાઓનો વિવેક પૂર્વક ઉપયોગ કરવો. દવા છાંટતી વખતે ભલામણ કરેલ યોગ્ય સ્ટીકરનો પણ ઉપયોગ કરવો. • શક્ય હોય તો અને મળતા હોય તો આ જીવાતના પરજીવી એસેરોફેગસ પપૈયી અને એનેગાયરસ લોકી શક્ય હોય ત્યાં મિલીબગ ઉપદ્રવિત પપૈયા પર છોડવા. ડૉ. ટી. એમ. ભરપોડા ભૂતપૂર્વ કીટ વિજ્ઞાન પ્રોફેસર બી.એ. કોલેજ ઓફ એગ્રીકલ્ચર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ - 388 110 (ગુજરાત ભારત) જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
589
4
સંબંધિત લેખ