AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પપૈયામાં અસરકારક પોષક તત્ત્વોનું આયોજન
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
પપૈયામાં અસરકારક પોષક તત્ત્વોનું આયોજન
કેળાં ઉત્પાદન પછી, સૌથી વધુ ઉત્પાદન ક્ષમતા વાળા પપૈયાની સમગ્ર રાજ્યમાં વાવણી કરવામાં આવે છે. સામાન્ય રીતે, પપૈયું જુન-જુલાઇ, ફેબ્રુઆરી-માર્ચ અને ઓકટોબર-નવેમ્બર મહિનામાં ઉગાડવામાં આવે છે. પપૈયાની ખેતી માટે ધરુનો ઉપયોગ તેમની વૃદ્ધિના 40 થી 45 દિવસ પછી કરવામાં આવે છે.
પપૈયાની ખેતીમાં,પોષણ વ્યવસ્થાપનને વિશેષ મહત્વ આપવામાં આવે છે. આપણા વિસ્તારમાં ઉપલબ્ધ તમામ સંકર જાતી 16-18 મહિનાના સમયગાળા દરમિયાન પોષક તત્ત્વોને સારો પ્રતિસાદ આપે છે. પપૈયાની ઉચ્ચ ઉપજ મેળવવા માટે, ખાતરનો 1-2 વાર ઉપયોગ કરવાને બદલે, ખાતરની કુલ માત્રાને વિભાજીત કરીને પાકના વિવિધ તબક્કામાં ઉપયોગ કરવા જરૂરી છે. રાસાયણિક ખાતરો ઉપરાંત સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરવો જરૂરી છે. યોગ્ય પોષણ વ્યવસ્થાપન માટે, વાવેતર પહેલાં જમીનનું પરીક્ષણ જરૂરી છે જેથી વધુ ઉપજ મેળવી શકાય. જમીનની ગુણવત્તાની ચકાસણી પછી સેન્દ્રિય ખાતરનો ઉપયોગ કરવો જરૂરી છે. યોગ્ય પોષણ આયોજનના લીધે, જમીનનો પોત સુધરે છે, પાણીનો નિકાલ સારો થાય છે અને પાણીની ધારણ ક્ષમતા વધે છે, જેના પરિણામે વિક્રમી ઉત્પાદન થાય છે. સેન્દ્રિય ખાતર: જો જમીન મધ્યમ ઊંડી હોય, તો જમીનની તૈયારી પહેલાં, સ્થાનિક ખાતર 25-30 ગાડા ભરીને અને તળાવની કાંપ માટીમાં ઉમેરવા જોઈએ. જો જમીન અત્યંત ઊંડી હોય, તો જમીનની તૈયારી પહેલાં સ્થાનિક ખાતરથી ભરેલા 15-20 ગાડા અને માટીમાં તળાવની કાંપ ઉમેરવી જોઈએ. જો સ્થાનિક ખાતર ઉપલબ્ધ ન હોય, તો છાણીયું ખાતર અથવા કમ્પોસ્ટ ખાતર વાપરો. પણ આ ખાતરનું વિઘટન સારી રીતે થવું જોઈએ. તેમાં વિઘટન ન થાય તેવી વસ્તુ ન હોવી જોઈએ રાસાયણિક ખાતરો: જમીનની તૈયારી સમયે, સ્થાનિક ખાતર અને તળાવની કાંપ નાખ્યા પછી; વાવેતર પછી છોડ દીઠ 50 ગ્રામ 10: 26:26 આપવું જોઈએ. નીચે પ્રમાણે રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરો: વાવેતરના 1 મહિના પછી - 100 g 10:26:26 વાવેતરના 2 મહિના પછી - 200 ગ્રામ M.O.P. વાવેતરના 3 મહિના પછી - 250 ગ્રામ D. A.P. વાવેતરના 4 મહિના પછી - 250 ગ્રામ D.A.P. વાવેતરના 5 મહિના પછી - 250 ગ્રામ D.A.P. વાવેતરના 6 મહિના પછી - 250 ગ્રામ 19: 19: 19 વાવેતરના 7 મહિના પછી - 250 ગ્રામ 19: 19: 19 વાવેતરના 7 મહિના પછી - 200 ગ્રામ M.O.P. છાણની રબડી: જો તમે ખાતરો સાથે છાણની રબડીનો ઉપયોગ કરો, તો તમે વધુ સારી ગુણવત્તા અને વજનવાળા ફળો મેળવી શકશો. છાણની રબડીના લીધે, વૃક્ષોને પોષક તત્ત્વ પૂરું પાડી શકાય છે. છાણની રબડી નાખવાથી, મોટી માત્રામાં ઉપયોગી બેક્ટેરિયા ઝાડના મૂળમાં વિકસે છે. આ કારણે, વૃક્ષોને નાઈટ્રોજન, ફોસફોરસ અને સલ્ફર સરળતાથી મળે છે. છાણની રબડીના ઉપયોગથી એકર દીઠ 80 થી 85 ટન ઉપજ મેળવવાના ઉદાહરણો છે. છાણની રબડી તૈયાર કરવા માટે, 100 કિલો છાણ 400 લીટર પાણીમાં ઉમેરવું. 10 કિલો ફેરસ સલ્ફેટ, 10 કિલો મેગ્નેશિયમ સલ્ફેટ અને 10 કિલો બોરક્સને છાણ સાથે ભેળવવું જોઈએ. આ મિશ્રણ લાકડીથી હલાવો અને તેને યોગ્ય રીતે ભેળવો. 24 કલાક પછી ફરીથી તેને લાકડીથી હલાવો. આ છાણની રબડીનો ઉપયોગ કરતી વખતે, તેને 600 લીટર પાણીમાં ફરીથી ભેળવીને 24 કલાક પછી તેનો ઉપયોગ કરો. આ પ્રક્રિયામાં, બધા સુક્ષ્મ પોષક તત્ત્વો પાણીમાં ઓગળી જાય છે. આ મિશ્રણ છોડ દીઠ એક લિટર પ્રતિ માસ ઓછામાં ઓછું સાત વખત આપવામાં આવે તો સારા પરિણામ દેખાય છે. ટપક સિંચાઈની નીચેથી રેખા પદ્ધતિ દ્વારા છાણની રબડી આપવો જોઈએ રાસાયણિક ખાતરોનો ઉપયોગ કર્યા પછી છાણની રબડીનો ઉપયોગ કરવો જોઇએ. પપૈયાના પાંદડા લીલા થાય છે; પીળા લાગતા નથી. છોડ મજબૂતાઈથી વધે છે, ફળોની સંખ્યા અને ફળોનું વજન વધે છે. ફળોનું પોલાણ ઘટે છે અને ગર વધે છે. ડૉ. વિનાયક શિંદે-પાટિલ, અહમદનગર સંસ્થાપક-પ્રમુખ પ્રબંધક, કૃષિ સમર્પણ સમૂહ, મહારાષ્ટ્ર રાજ્ય
314
14