ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
ફળ પ્રક્રિયાએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
પપૈયામાંથી ટૂટી ફ્રૂટી બનાવવી
પપૈયાના ફળ વર્ષભર મેળવી શકાય છે. પરંતુ દૂરના બજારો માટે યોગ્ય નથી. તેથી પપૈયાના ફળ માંથી પ્રક્રિયા કરવાથી ફાયદો થઈ શકે છે. ચાલો આપણે પપૈયામાંથી ટૂટી ફ્રૂટી બનાવવાની પ્રક્રિયા વિશે જાણીએ.
ટૂટી ફ્રૂટી બનાવવાની રીત: 1. ટૂટી ફ્રૂટી બનાવવા માટે કાચા ફળો (લીલા) ની પસંદગી કરવી જોઈએ. 2. પસંદ કરેલા ફળો શુદ્ધ પાણીથી ધોવા જોઈએ. 3. ફળોની છાલ તેમજ તેના બીજ દૂર કરો. 4. પપૈયાના નાના ટુકડા કાપવા માટે ફ્રેન્ચ ફ્રાય કટરનો ઉપયોગ કરો. 5. પપૈયાના ટુકડાને 15 થી 20 મિનિટ સુધી પાણીમાં ઉકાળો. પછી પાણીમાંથી કાઢી લો અને ચાળણીમાં રાખો. 6. આ ટુકડાઓને 40 ટકા ખાંડની ચાસણીમાં 15 થી 20 મિનિટ સુધી રાંધવા, ત્યાં સુધી રાંધતા રહો જ્યાં સુધી પપૈયાના ટુકડા અર્ધ-પારદર્શક ન થાય. 7. બીજા દિવસે, ચાસણી માં ખાંડ ઉમેરી થોડા સમય માટે ઉકાળો અને ટુકડાને 60% ની તીવ્રતામાં રાંધવા. 8. રાંધેલા પપૈયાને ખાંડની સાથે ત્રણ ભાગોમાં વહેંચો.લાલ, પીળો અને લીલો જેવા દરેક ભાગમાં રંગનાં 4 ટીપાં ઉમેરો. 9. ચોથા દિવસે, ટુકડાઓને ડીશમાંથી કાઢી ચાળણી થી વધારા ની ચાસણી દૂર કરવી આવશ્યક છે. એકવાર પાણીથી ધોઈ લીધા બાદ, ટુકડાઓને એક સમાન ટ્રે માં રાખો અને તેને 2 થી 5 દિવસ સુધી તાપમાં સૂકવો. ટ્રે ડ્રાયરમાં 55 ડિગ્રી સે. પર રાખો અને તેને 24 થી 48 કલાક સુધી સૂકવવા દો. 10. અંતમાં, ટૂટી ફ્રૂટી ને તરત જ પ્લાસ્ટિક બેગમાં સીલ બંધ કરીને ઠંડી અને સૂકી જગ્યાએ રાખો. સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સેલન્સ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
147
0
સંબંધિત લેખ