ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
પપૈયાના મુખ્ય રોગ અને તેનું નિયંત્રણ
પપૈયા એ એક મહત્વપૂર્ણ ફળ છે જે વિશ્વના ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં ઉગાડવામાં આવે છે. આ કેળ પછી, પ્રતિ એકમ વધુ ઉપજ આપનાર ઔષધીય ગુણધર્મોથી ભરપૂર છોડ છે. પંચરંગીયો રોગ: છોડમાં આ રોગ તેના કોઈપણ અવસ્થામાં લાગી શકે છે. આ રોગના લક્ષણો ટોચના નાજુક પાંદડા પર દેખાય છે. રોગિષ્ટ પાંદડાનું કદ નાનું તેમજ કિનારી વળી જાય છે. પાનની ઉપર ની સપાટી પરનસોની વાંછેલો ભાગ ઉપસેલો તેમજ પાન કિનારીથી ઊંધા ગોળ વળી જાય છે. પાન પર પીળા ધાબા જોવા મળે છે. રોગનું કારણ: આ રોગ વિષાણુથી થાય છે જેને પપૈયાના પંચરંગીયો / કોકડવા વાયરસ કહેવામાં આવે છે. આ વાયરસ પપૈયાના છોડમાંથી અન્ય છોડમાં જવાનો ભય રહે છે અને આ રોગવાહક જીવાત દ્વારા થાય છે. મોઝેઇક (Mosaic) : આ રોગનું વિશિષ્ટ લક્ષણ પાનના હરિત મોઝેઇક છે. આ રોગના લક્ષણો પંચરંગિયા રોગથી કેટલાક અંશે મળતાં છે. આ રોગ પપૈયા મોઝેઇક વાયરસ દ્વારા થાય છે.
રોગ વ્યવસ્થાપન: વાયરસ જન્ય રોગના વ્યવસ્થાપન સબંધી જાણકારી અત્યારસુધી મળેલ નથી. તેથી, નીચેના પગલાંઓ ભરીને રોગની તીવ્રતા ઘટાડી શકાય છે. • બગીચાઓની સફાઈ રાખવી જોઈએ તથા ચેપી છોડના અવશેષો ભેગા કરીને નાશ કરવો જોઈએ. • નવો બગીચો તૈયાર કરતી વખતે સ્વસ્થ અને રોગમુક્ત છોડ પસંદ કરાવા જોઈએ. • રોગગ્રસ્ત છોડ કોઈપણ સારવારથી તંદુરસ્ત થઇ શકતા નથી. તેથી તેવા છોડ ને ઉખાડીને સળગાવી દેવા જોઈએ, નહીંતર આ વાઇરસનું એક સ્થાયી સ્ત્રોત હંમેશા રહેશે અને સાથે સાથે અન્ય છોડ પર રોગ ફેલાય છે. • રોગવાહક જીવાતના નિયંત્રણ માટે ઇમીડાક્લોપ્રીડ 17.૮ એસ એલ 0.3 પ્રતિ લીટર પાણીમાં ઉમેરી 10-12 દિવસના અંતરે છંટકાવ કરવો જોઈએ. સ્ત્રોત - એસ. ત્યાગી, વૈજ્ઞાનિક, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ખરગોન જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
532
7
સંબંધિત લેખ