સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
પપૈયાના ફળો ઉતારવા અને સંગ્રહ કરવો
• પપૈયા ની રોપણી કર્યાના 10-12 મહિના પછી ફળ ઉતારવા માટે તૈયાર થાય છે. ફળ ને પાકવાના લક્ષણો પરથી ઓળખી શકાય છે • ઉતારવા લાયક બનેલ ફળ પર પીળા ડાઘ જોવા મળે છે આવા ફળ પાકેલાં હોવાનું કહેવાય છે. • ફળ ઉપર નખ મારવાથી દૂધના બદલે પાણી જેવું પ્રવાહી નીકળે છે ત્‍યારે ફળ ઉતારવા લાયક ગણાય. • ફળના આગળની બાજુએ નસો પીળી દેખાવાનું શરૂ થાય છે. • ફળને તોડતી વખતે લાકડીઓથી ફળ તોડવા જોઈએ. સ્થાનિક બજારમાં મોકલવા માટે સંપૂર્ણ તૈયાર ફળો મેળવો. • ફળ ઉતાર્યા બાદ પછી તેમના કદ અનુસાર ગ્રેડિંગ કરવું.
• બાસ્કેટ તૈયાર કરો તથા ફળો સાફ કરો. બાસ્કેટ માં તળિયે પેકિંગ રાખો અને ફળો ભર્યા બાદ ડાળીઓથી બાસ્કેટ આવરી લેવા જોઈએ અને તેને વેચાણ માટે મોકલવું જોઈએ. એક બાસ્કેટમાં આકાર મુજબ 4 થી 10 ફળો રાખવા જોઈએ. • પ્રથમ બે વર્ષમાં ફળો વધુ સંખ્યામાં આવે છે. તે પછી, આ વૃક્ષો દૂર કરો કારણ કે તેમનું ઉત્પાદન આર્થિક રીતે પોસાય ન શકે. ફળોનો સંગ્રહ- ફળોના સંગ્રહ માટે 20 ડિગ્રી સેલ્શિયસનું તાપમાન ઉત્તમ છે. આ તાપમાનમાં ફળ સારી રીતે પાકી જાય છે. ઊંચા તાપમાને ફળો ફૂગના રોગથી પ્રભાવિત થઈ શકે છે. સંદર્ભ - એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
1614
15
અન્ય લેખો