પડતર જમીનમાં એલોવેરાની ખેતી કરી તગડી કમાણી કરો !
નઈ ખેતી, નયા કિસાનGSTV
પડતર જમીનમાં એલોવેરાની ખેતી કરી તગડી કમાણી કરો !
🌱 એલોવેરાને કુવારપાઠું પણ કહેવાય છે. તેની ગણના ઔષધીમાં પણ થાય છે. આ છોડ વર્ષભર લીલો રહે છે. તેની ઉત્પતી દક્ષિણી યુરોપ એશિયા અથવા આફ્રિકાના સુકા પ્રદેશોમાં થતી હોવાનું માનવામાં આવે છે. ભારતમાં એલોવેરાનું ઉત્પાદન સૌંદર્ય પ્રસાધન સાથે સાથે દવા બનાવા માટે પણ કરવામાં આવે છે. એલોવેરાની પટ્ટીનો ઉપયોગ વ્યવસાય તરીકે પણ થાય છે. 🌱 એલોવેરાની જાત: આઈસી- 111271, આઈસી – 111280, આઈસી – 111269 અને આઈસી 111273નું કમર્શિયલ ઉત્પાદન કરવામાં આવે છે. આ જાતમાંથી મળતા એલોડીનની માત્રા 20થી 23 ટકા હોય છે. 🌱 માટી અને તાપમાન: એલોવેરાની કમર્શિયલ ખેતી શુષ્ક વિસ્તારથી લઈને સિંચાઈવાળા મેદાની વિસ્તારમાં પણ કરી શકાય છે. પણ આજે દેશના લગભગ તમામ વિસ્તારોમાં તેને ઉગાડવામાં આવે છે. ખાસ કરીને રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં તેનો કમર્શિયલ લેવલ પર પ્રોડ્કશન થઈ રહ્યુ છે. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે, તેને બહુ ઓછા પાણીએ સરળતાથી ઉગાડી શકાય છે. એલોવેરાની સારામાં સારી ખેતી માટે તાપમાન 20થી 22 ડિગ્રી સેન્ટીગ્રેડ હોવું જોઈએ. પણ આ છોડ કોઈ પણ તાપમાન પર પોતાની જાતને બચાવી રાખવા સક્ષમ છે. 🌱 ખાતર અને દવા: એલોવેરાની ખેતી ઓછી ઉપજાઉ જમીન પર થાય છે. સાથે જ ઓછુ ખાતર હોય તો પણ સારામાં સારૂ ઉત્પાદન આપે છે. પણ સારી ઉપજ માટે ખેતરને તૈયાર કરતી વખતે 10-15 ટન સડેલુ ગોબરનું ખાતર પ્રતિ હેક્ટરના દરે ઉપયોગ કરવો જોઈએ. તેનાથી ગુણવત્તામાં વધારો થશે. 🌱 સિંચાઈ અને કીટ નિયંત્રણ: છોડની રોપણી કર્યા બાદ પાણી આપવામાં આવે છે. ડ્રિપ ઈરિગેશન અથવા સંપ્રિક્લરથી તેની સિંચાઈ કરવામાં આવે છે. તેને એક વર્ષમાં ત્રણથી ચાર સિંચાઈની જરૂર પડે છે. કીટ નિયંત્રણ માટે સમય સમયે ખેતરનું ધ્યાન રાખવુ જોઈએ. છોડની આસપાસ પાણી રોકાવું જોઈએ નહીં. વંદે માતરમ સેલ ની એક ઝલક https://youtu.be/dZ1HRZ5PD9A 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : GSTV આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
27
4
અન્ય લેખો