AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ન કરે નારાયણ; વરસાદ કોરુ કાઢે તો આ જીવાત કપાસને ભરડામાં લઈ શકે છે
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર ઇન્ડિયા
ન કરે નારાયણ; વરસાદ કોરુ કાઢે તો આ જીવાત કપાસને ભરડામાં લઈ શકે છે
☘️ચોમાસામાં વરસાદ ખેંચાવાથી ભેજનું પ્રમાણ ઘટતા તડતડિયા કે જે ખેડૂતો આને લીલી પોપટી તરીકે ઓળખે છે તેનો ઉપદ્રવ એકાએક વધવા માંડે છે. ☘️આ માટે સીધા જ રાસાયણિક દવાઓ પર ન જતા કોઇ પણ લીમડા આધારિત મળતી તૈયાર દવા (૧૦૦૦૦ પીપીએમ- ૧% ઇસી દવા, ૧૦ મિલિ)નો અથવા તો બાયોપેસ્ટીસાઇડ (લેકાનીસીલિયમ લેકાની, ફૂગ આધારિત દવા ૧.૧૫ % ડબલ્યુપી દવા, ૪૦ ગ્રામ) પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. જો નિયંત્રણમાં મોડા પડીશું તો નાના નાના છોડવાના પાન કોડિયા જેવા થવા માંડશે અને ફરી તેમાંથી નીકળવું અઘરુ પડશે. સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો
13
2
અન્ય લેખો