AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
નોકરી છોડી પિતાના જવાબ બાદ દીકરાએ કરી ખેતીને કમાય છે 50 લાખ રૂપિયા !
સફળતાની વાર્તાVTV ન્યૂઝ
નોકરી છોડી પિતાના જવાબ બાદ દીકરાએ કરી ખેતીને કમાય છે 50 લાખ રૂપિયા !
10 વર્ષ પહેલા જ માઈક્રો ઈરિગેશન દ્વારા બિહારમાં 15 એકડ જમીન પર ખેતી શરૂ કરી, સારી શિક્ષા લીધા બાદ નોકરી શરૂ કરી અને સારા પગારની નોકરી છોડીને ખેતી કરવાનું નક્કી કર્યું પિતાએ આ નિર્ણય પર પ્રોપર્ટીમાંથી કાઢી મુકવાની વાત કહી હતી. પિતાની સામે જ્યારે સુધાંશુએ નોકરી છોડીને ગામમાં ખેતી કરવાની રજૂઆત કરી તો પિતાને લાગ્યું કે તેમની માનસીક સ્થિતિ સારી નથી. તેમને સમજાવવાનો પ્રયત્ન સતત થઈ રહ્યો હતો પરંતુ સુધાંશુએ પોતાની જીદ ન છોડી. તેમણે એક તક આપવાની વાત કહી. તેના પર સુધાંશુના પિતાની દલીલ હતી ગામના લોકો શું કહેશે કે તેમણે સુધાંશુને આટલી ઉચ્ચ શિક્ષા આપી અને હવે તે ગામમાં જઈને ખેતી કરવા માંગે છે. તો પિતાએ ત્યાં સુધી કહી દીધુ હતું કે તે તેને પોતાની પ્રોપર્ટીમાંથી બાકાત કરી દેશે. સુધાંશુએ જણાવ્યું કે જ્યારે તેણે ખેતીની શરૂઆત કરી તો આજુબાજુના લોકો તેની ખૂબ મજાબ ઉડાવતા હતા. સુધાંશુ સમયની સાથે આધુનિક ખેતી તરફ વળ્યા. 50 લાખ રૂપિયાની આવક : પોતાના પ્રોફેસનથી નાખુશ સુધાંશુ કુમારે 31 વર્ષ ખેતીમાં કાઢ્યા. બિહાર સરકાર સાથે-સાથે સુધાંશુ કુમારને કેન્દ્ર સરકાર પણ ઘણી વખત સન્માનિત કરી ચુકી છે. ખેતીની પરિભાષા બદલી નાખનાર આ ખેડૂતની કમાણી વાર્ષિક 40થી 50 લાખ થઈ ગઈ છે. ખેડૂત અને ખેતી સાથે જોડાયેલા ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંગઠનમાં પોતાની ખેતીની રીતો વિશે સંબોધન કરી ચુક્યા છે. ખેડૂતો પ્રત્યે લોકોનો દ્રષ્ટીકોણ બદલવાની જરૂર છે. ત્યારે જ દેશનો સાચો વિકાસ થશે. હાલના સમયમાં તે Indian Farmers Networkના મહાસચિવ છે. લીચી માટે ઉત્તર બિહાર સૌથી વધુ ચર્ચામાં રહે છે પરંતુ તેમની ખેતી કરવાની રીતે સૌને ચોંકાવી દીધા છે. સાથે જ સૌથી વધારે કમાણી કરીને બતાવી દીધું છે. સુધાંશુની પાસે 1100 ઝાડ છે. જેના ફળ પાકે તે પહેલા જ તેની બુકિંગ દેશની મોટી કંપનીઓમાં થઈ જાય છે. અથવા મેટ્રો સિટીઝમાં ઓનલાઈન બુકિંગ દ્વારા તેમના ઘરે પહોંચાડવામાં આવે છે. કેરીની ખેતી કરવાની રીત બદલીને ઘણી કેરી પર રિસર્ચ કરી ચુકેલા ડોક્ટર રાજન્દ્ર પ્રસાદ કેન્દ્રીય કૃષિ વિશ્વ વિદ્યાલયની સાથે મળીને ઘણા પ્રકારના પાક તૈયાર કરી ચુક્યા છે. 👉 શરૂ કરી આધુનિક ખેતી: જો ખેડૂત સાચી રીતે ખેતી કરે તો તેમની કમાણી બે ઘણુ નહી પરંતુ ચાર ગણી વધી શકે છે. મક્કાને લઈને બિહારના ખેડૂત મુશ્કેલીમાં રહે છે પરંતુ અમે કોન્સેપ્ટ જ બદલી નાખ્યો. હું 1 રૂપિયો ગાવું છુ અને 2 રૂપિયા કમાઉ છું. 👉એક સીઝનમાં એક અઠવાડિયામાં 7 લાખ રૂપિયાના કેળા વેચવામાં આવે છે. આ વર્ષે તેમેણે ડ્રેગન ફ્રૂટની ખેતી પણ શરૂ કરી છે જે આવતા વર્ષ સુધી ફળ આપવાનું શરૂ કરી દેશે. સાથે જ સફરજન લગાવવાની પણ તૈયારીઓ ચાલી રહી છે. 👉સુધાંશુએ જણાવ્યું કે તેના સારા પગારની નોકરી છોડીને ખેતી કરવાના નિર્ણયથી જે ગામના લોકો તેનો મજાક ઉડાવતા હતા તે જ આજે પોતાના બાળકોને કહે છે કે ખેતી કરવી હોય તો પણ અભ્યાસ જરૂરી છે. સુધાંશુ અત્યાર સુધી 2000થી વધારે ખેડૂતોને પ્રશિક્ષણ આપી ચુક્યા છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : VTV ન્યુઝ આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
15
3
અન્ય લેખો