AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
🍄 નોકરી છોડી કરી કોર્ડિસેપ્સ મશરૂમની ખેતી, કમાણી લાખોમાં, કિલોના ભાવ જાણી હોશ ઉડી જશે !
નઈ ખેતી, નયા કિસાનન્યુઝ 18 ગુજરાતી
🍄 નોકરી છોડી કરી કોર્ડિસેપ્સ મશરૂમની ખેતી, કમાણી લાખોમાં, કિલોના ભાવ જાણી હોશ ઉડી જશે !
🤵 કંઈ કરી બતાવાની ચાહમાં કોઈપણ કામ મુશ્કેલ નથી હોતું. ખેતીમાં પણ પ્રતિ મહિને લાખો રૂપિયા કમાઈ શકાય છે. આવું જ કંઈ કરી બતાવ્યું દેશભરમાં મશરુમ સિટી તરીકે પ્રખ્યાત હિમાચલ પ્રદેશના સોલન નિવાસી નિશાંત ગાજટાએ. બીટેક ડિગ્રીધારી નિશાંતે એજીનિયરિંગ છોડીને કૃષીના વ્યવસાય અપનાવ્યો હતો. આ માટે કીડા જડી મશરુમ એટલે કે કોર્ડિસેપ્સ મશરૂમને પોતાનું લક્ષ્ય બનાવ્યું હતું. આજે તેઓ મશરૂમ તૈયાર કરીને લાખો રૂપિયા કમાઈ રહ્યા છે. આ મશરૂમને માત્ર એક નાની લેબમાં તૈયાર કરવામાં આવે છે. જેને તમે શાકની જેમ ન ખાઈ શકો. પરંતુ મેડિસિનના રૂપમાં ખુબ જ ફાયદા કારક હોય છે. 🍁 ચંડીગઢમાં આની ટ્રેનિંગ મળે છે: વર્ષ 2018માં જાણવા મળ્યું કે કીડા જડી મશરૂમ એટલે કે કોર્ડિસેપ્સ મશરૂમ ઇન્ડિયામાં આવી ચુક્યું છે. જેને તેમે સીધું જ ન ખાઈ શકો. પરંતુ આ બોડી માટે ખુબ જ ઉપયોગી છે. નિશાંતે ઇન્ટરનેટ અને અન્ય સ્ત્રોતોથી રિસર્ચથી જાણવા મળ્યું કે ચંડીગઢમાં આની ટ્રેનિંગ મળે છે. નિશાંતે ત્યાંથી ટ્રેનિંગ લીધી. અને ઘરે આવીને લેબ તૈયાર કરી હતી. પરંતુ ત્યારબાદ લોકડાઉન આવી ગયું હતું. લોકડાઉન દરમિયાન નિશાંતે લેબમાં જઈને મહેનત કરી કાર્ડિસેપ્સનું સફળ ઉત્પાદ કર્યું હતું. 🍃 મેડિસીનમાં આની ખુબ જ માંગ છે: નિશાંત અનુસાર કાર્ડિસેપ્સ સાઈનેસિસ હિમાચલમાં મળે છે. જેની કિંમત વધારે છે. પરંતુ તેને શોધવું ખુબ જ મુશ્કેલ છે. કોર્ડિસેપ્સ મિલિટેરિસની લેબમાં લગાવવામાં આવે છે. આમ કોર્ડિસેપ્સ ચારસો પ્રકારના આવે છે. જેમાં મોટાભાગે ચાઈનામાં મળે છે. ઇન્ડિયામાં માત્ર બે પ્રકારના કોર્ડિસેપ્સ સાઈનેસિસ અને કોર્ડિસેપ્સ મિલિટેરિસ મેડિસનમાં આ પ્રકારની ખુબ જ માંગ છે. નિશાંત પ્રમાણે આ ઇમ્યુનિટી બૂસ્ટર છે. આને વેજ અને નોનવેજ બે પ્રકારની મેથડથી તૈયાર કરાવમાં આવે છે. 🔥 50 હજારથી દોઢ લાખ રૂપિયા કિલો સુધી ભાવ: સોલનમાં મશરૂમ બોય તરીકે ઓળખતા નિશાત પ્રમાણે યોગ્ય પ્રબંધનથી કીડા જડી મશરૂમ ઉગાડવામાં સફળ થયા છે. માતા-પિતાએ તેમની ખુબ જ મદદ કરી છે. તેને તૈયાર કરવાની રીત અંગે તેમણે જણાવ્યું કે આને તૈયાર કરવા માટે લેબ તૈયાર કરવામાં આવે છે. 💥 લેબમાં તાપમાન 21 ડિગ્રી અને આર્દતા 75 રહેવી જોઈએ. આ બ્રાઉન રાઈસ તૈયાર કરવામાં આવે છે. 60 દિવસમાં આ કાર્ડિસેપ્સ તૈયાર થાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં 50 હજારથી દોઢ લાખ રૂપિયાનો ભાવ છે. ઈન્ડિયામાં હજી આ મશરૂમનું માર્કેટ નબળું છે. પરંતુ ટૂંક સમયમાં માંગ વધશે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : ન્યુઝ 18 ગુજરાતી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
10
3