AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જૈવિક ખેતીખેતી કી પાઠશાળા
નેમેટોડ / સૂત્રકૃમિનું જૈવિક નિયંત્રણ
• જૈવિક નિયંત્રણ માટે સ્યુડોમોનાસ ફ્લોરેસેન્સ 1% ડબ્લ્યુપી, ટ્રાઇકોડર્માં હારજીયાનમ 1% ડબલ્યુપી, વર્ટિસિલિયમ ક્લેમાઈડોસ્પોરિયમ 1% ડબલ્યુપી નો ઉપયોગ મહત્વપૂર્ણ છે. • આ ફૂગ જે જમીનમાં હાજર કાર્બનની મદદથી જીવીત રહે છે. • તે ફૂગ નેમેટોડ ના સંપર્કમાં આવે છે અને તેના શરીરમાં રહે છે, આમ ધીમે ધીમે નેમેટોડ નો નાશ કરી દે છે. • આ ફૂગ ને જીવિત રહેવા માટે જમીનમાં સારો ભેજ અને પૂરતા પ્રમાણમાં કાર્બનની જરૂર રહે છે.
આ ફૂગને ખેતરમાં વાપરવાની રીતો: _x000D_ બીજ સારવાર - બતાવામાં આવેલ ફૂગ ને વાવણી કરતી સમયે તેનો ઉપયોગ બીજ ઉપચાર દ્વારા કરી શકાય છે. બીજ ઉપચાર માટે 20 ગ્રામ / કિલોગ્રામ બીજના દરે બીજ માવજત કરવી._x000D_ ધરૂવાડિયુ - ધરૂવાડિયામાં બનેલા ક્યારા માટે ઉપયુક્ત ફૂગ ને 50 ગ્રામ પ્રતિ વર્ગ મીટર માં પાણીમાં ભેળવીને અથવા છંટકાવ દ્વારા આપી શકો._x000D_ જમીનમાં ઉપયોગ - ખેતરમાં યોગ્ય ફૂગ એકર દીઠ 2 કિલો, 2 ટન છાણીયા ખાતર સાથે ભેળવીને ખેતરમાં ઉડાડી દો અને તરત જ એક ખેડ કરો._x000D_ સંદર્ભ: ખેતી કી પાઠશાળા_x000D_ વધુ જાણવા માટે આ વિડિઓ અવશ્ય જુઓ અને શેર કરવાનું ભૂલશો નહીં!_x000D_
95
1